આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Rathyatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક, મેગા કોમ્બિંગમાં 65 લોકોની અટકાયત

અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) શહેરમાં 7 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની(Jagannath Rath Yatra) 147 મી રથયાત્રાને(Rathyatra 2024) લઈને તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે શહેર પોલીસ પણ સતર્ક છે. તેમજ રથયાત્રા દરમ્યાન કોઇ અઘટિત ઘટના ન ઘટે તે માટે શહેરમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પગલે પોલીસે અત્યાર સુધી 65 લોકોની અટકાયત કરી હતી. તેમજ ઝોન 5 વિસ્તારમાં 24 લોકો સામે પ્રોહિબિશન હેઠળ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ 2 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી કુલ 146 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.

38 આરોપીને પકડી લેવામાં આવ્યા

આ ઉપરાંત પોલીસે તપાસના કામે પકડવાના બાકી 38 આરોપીને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ગુનામાં 65 જેટલા ઈસમોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તેના માટે શહેર પોલીસ દ્વારા ખુબ જ સતર્કતા રાખવામાં આવે છે અને તમામ બાબતનું કડક રીતે ધ્યાન રાખવામાં આવે છે.

હેલિકોપ્ટરથી સર્વેલન્સ થશે

રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે.બે દિવસ અગાઉ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એર સર્વલન્સ કરવામાં આવ્યું હતુ.શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં હવાઇ સુરક્ષા રહેશે. તેમજ ડ્રોન અને હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી સર્વેલન્સ થશે.

રથયાત્રા રૂટ પર નાઈટ પેટ્રોલિંગ

રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ દ્રારા રથયાત્રા રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ,આ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા,સાથે સાથે સુરક્ષાની પણ ચકાસણી કરવામાં આવી હતી.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ આ પેટ્રોલિંગમાં જોડાયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો