આપણું ગુજરાતભુજરાપર

કચ્છમાં તસ્કરોના નિશાને ધર્મસ્થાનો: 11 મંદિરોમાંથી 97 હજારની ચોરી…

ભુજ: કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ અને જેઠાસરી ગામમાં ત્રાટકેલા તસ્કરોએ ૧૧ જેટલા મંદિરોને નિશાન બનાવ્યા છે. તસ્કરોએ કુલ રૂા.97,000ની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.

આ પણ વાંચો : ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી, છતા લોકો ફ્રોડનો ભોગ બને છે. રાજકોટનો ચોંકાવનારો કિસ્સો

ધાર્મિક સ્થાનોમાં થયેલી તફડંચી અંગે વસંત ગોકળ પ્રજાપતિએ ગાગોદર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 6 નવેમ્બરની રાત્રિથી 7 નવેમ્બરની સવાર દરમ્યાન પ્રજાપતિ સમાજના ચામુંડા માતાના મંદિરના તાળાં તોડી તેમાંથી રૂ 17,000ની માલમતા, પટેલ સમાજનું ઈશ્વરીય માતાજી મંદિર, તથા જતરારા પરિવારના બહુચરાજી માતાનું સ્થાનક, રામ મંદિર, સિદ્ધિદાત્રી માતાનું મંદિર, રવેચી માનું મંદિર, મોમાય માતાના મંદિર, જયારે જેઠાસરીવાંઢમાં રબારી સમાજના મોમાય માતાના મંદિરમાંથી તથા ગોગા મહારાજના મંદિરમાંથી તેમજ આઈ દેવ માતાના મંદિર સહીત કુલ ૧૧ જેટલા મંદિરોમાં તસ્કરોએ સોના-ચાંદીના આભૂષણ, રોકડ સહીત રૂા. 97000ની ચોરી કરી હતી.

આ પણ વાંચો : ગાંધીધામમાં રેલવેકર્મીના બંધ ઘરમાંથી 6.64 લાખની તસ્કરી

બનાવ સ્થળે પહોંચેલા પોલીસવડા સાગર બાગમારેએ તસ્કરોને તાત્કાલિક પકડી લેવામાં આવશે તેવી રોષે ભરાયેલા શ્રદ્ધાળુઓને ખાતરી આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button