આપણું ગુજરાતભુજ

રણોત્સવ ૨૦૨૪ માં લાઈટ એન્ડ સાઉન્ડ શો માણ્યો પર્યટકોએઃ સમૃતિવન ઝળક્યું…

ભુજઃ પ્રવાસન ક્ષેત્રે વિશ્વના નકશામાં આગવું સ્થાન મેળવી ચૂકેલું કચ્છનું ભાતીગળ ધોરડો ગામ અને શ્વેત રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવમાં આકર્ષણરૂપ વોચ ટાવર ખાતે કચ્છીયતને દર્શાવતા લાઈટ એન્ડ સાઉન્ડ શો માં આ વખતે ભુજના સ્મૃતિવનને સ્થાન અપાયું છે.

આ પણ વાંચો : ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ…

એક મહિના બાદ શરૂ કરવામાં આવેલા લાઈટ શો ઉપરાંત કચ્છની કળા, હસ્તકલા, સંગીત, નૃત્ય અને સ્થાનિક પરંપરાઓને ઉજાગર કરનારા નિ:શુલ્ક સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ આરંભ થઈ ચૂક્યો છે જેમાં ભાતીગળ પ્રદેશ કચ્છની અસ્મિતાને વર્ણવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો કડકડતી ઠંડી વચ્ચે અહીં મહેમાન બનેલા પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે.

વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલા કચ્છ પ્રદેશની ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક વિવિધતાને હાઇલાઇટ કરી રહેલા રણોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ પરંપરાગત પ્રવૃત્તિઓ દ્વારા કચ્છના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ફલક પર પ્રદર્શિત કરવાનો છે.

આ પણ વાંચો : Gujarat ને મળ્યો સર્વશ્રેષ્ઠ “રાજ્ય દિવ્યાંગજન આયુક્ત” વર્ષ 2024 એવોર્ડ

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છ અને ગુજરાત સહિત વિશ્વભરના પ્રવાસીઓ રણોત્સવની ટેન્ટ સિટીમાં અગાઉથી જ બુકીંગ કરવાનું શરૂ કરી દેતા હોય છે. કચ્છનો અમૂલ્ય વારસો અને વૈશ્વિક ધરોહર વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધી રસ્તો બની જતા હવે પ્રવાસીઓ ”રોડ ટુ હેવન” મારફતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ‘શ્રેષ્ઠ પ્રવાસન ગામ’ તરીકેનો ખિતાબ મેળવનારા ધોરડોના સફેદ રણની પણ મજા માણે છે. દર વર્ષે રણોત્સવમાં નવા નવા આકર્ષણના કેન્દ્રો ઊભા કરવામાં આવે છે. આ સિવાય અલગ અલગ થીમ પર કાર્યક્રમો પણ રાખવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button