ભાજપમાં ભડાકોઃ બીજા ઉમેદવારે ના પાડી ચૂંટણી લડવાની, સાંજ સુધીમાં…
![ranjanben bhatt](/wp-content/uploads/2024/03/ranjanben-bhatt.jpg)
અમદાવાદઃ ગુજરાત ભાજપ માટે શનિવારની સવારની શરૂઆત સારી થઈ નથી. ભાજપના વડોદરાના વર્તમાન સાંસદ અને આવતી ચૂંટણીના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી તેની ગણતરીની મિનિટોમાં ભાજપના અન્ય એક ઉમેદવારે પણ ચૂંટણી ન લડવાની વાત કરી છે. ભાજપના સાબરકાંઠાના ઉમેદવાર ભિખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે પણ રંજનબેનની જેમ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ માહિતી આપી છે.
સૂત્રોાનું માનીએ તો હજુ પક્ષમાં આંતરિક કારણોને ધ્યાનમાં લઈ અન્ય ઉમેદવારો આ રીતે અનિચ્છા દર્શાવે તેવી શક્યતા છે. રંજન ભટ્ટનો વિરોધ વડોદરા શહેરમાં થઈ રહ્યો હતો.
જો બન્નેની વાત પક્ષના મોવડી મંડળને માન્ય હશે તો નવા ઉમેદવારો જાહેર કરવાની ફરજ પક્ષને પડશે. ભિખાજી ઠાકોરે ડામોરમાંથી ઠાકોર અટક કરી હોવાનો વિવાદ થોડા સમય પહેલા ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.
આ સાથે આણંદના ઉમેદવાર મિતેષ પટેલ સામે પણ પક્ષમાં વિરોધ ઉગ્ર બનતો જાય છે. મિતેષ પટેલ વિરુદ્ધમાં પક્ષે ભાજપ હાઈકમાન્ડ સામે રજૂઆત કરી તેમના અમુક કારાનારા બહાર લાવ્યાનું ચર્ચામાં છે. આજે બાજપની બેઠક દિલ્હી ખાતે મળશે આથી તેમની ઉમેદવારી સામે પણ પ્રશ્નાર્થ છે. અહીંથી કૉંગ્રેસે વિધાનસભ્ય અમિત ચાવડાને ઉમેદવારી આપી છે.