રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની રાજકોટની જનતાને અમૂલ્ય ભેટ
આજે રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ પોતાની સાંસદની ગ્રાન્ટમાંથી 30 લાખના ખર્ચે બનાવેલી અધ્યતન સાધનોથી સજ્જ આઈ સી યુ એમ્બ્યુલન્સ લોકાર્પણ કરી.
રાજકોટ: એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે રામભાઈ મોકરીયાએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર મને જે ગ્રાન્ટ આપે છે તે લોક ઉપયોગી કાર્ય માટે હોય છે.એટલે ઘણા સમયથી મને એવું હતું કે ગરીબ દર્દીઓને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના હોય અને ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે આઈસીયુ વેન જે તેઓએ પ્રાઇવેટ ખર્ચ કરી અને સુવિધા પ્રાપ્ત કરવી પડતી હતી તેની જગ્યાએ હવે ગરીબ દર્દીઓને ગંભીર પરિસ્થિતિમાં સંપૂર્ણ આધુનિક સાધનોથી સજ્જ એવી આઇસીયુ એમ્બ્યુલન્સ સરકારી નિયમો અનુસાર મળી રહે તેવો મારો નમ્ર પ્રયાસ છે.
રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા સતત સેવાકીય કાર્યોને કારણે લોક ચર્ચામાં રહે છે અને લોક ચાહનામાં પણ રહે છે. રાજકોટમાં રાજકોટના ચૂંટાયેલા સંસદ ઉપરાંત ચાર ધારાસભ્યો પણ છે તેઓને પણ ગ્રાન્ટ મળતી હશે.અને લોક ઉપયોગી કાર્યોમાં વાપરતા પણ હશે. પરંતુ અમુક સેવાકીય પ્રવૃત્તિઓની લોકો સુધી જાણ થાય તો બીજા લોકોને પણ પ્રેરણા મળે એટલે આજ સુધીની સેવાકીય પ્રવૃત્તિનું સરવૈયું પ્રજાને આપવું જોઈએ.અને બીજા માટે પ્રેરણાદાઈ થવું જોઈએ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
લોકાર્પણ પ્રસંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આર.એસ ત્રિવેદી હાજર હતા. પત્રકારોએ સિવિલ હોસ્પિટલની બેદરકારી માટે અને બંધ પડેલા આરોગ્યના સાધનો વિશે પૂછતા દર વખતની જેમ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આર એસ ત્રિવેદી વ્યક્તિગત સારા માણસ હોય પરંતુ મેનેજમેન્ટ પાવરમાં કશું ખૂટે છે અથવા તો ડિપાર્ટમેન્ટ હેડ જે તેમનાથી સિનિયર છે તેઓ તેમનું માનતા નથી. આવા સંજોગોમાં સૌરાષ્ટ્ર ભરનું કેપિટલ કહેવાય તેવું રાજકોટ અને આવડી મોટી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ એક આશા રાખી અને બેઠા હોય કે સારી સારવાર મળશે.તે આશા પૂર્ણ થાય તેવા પ્રયત્નો તેમણે કરવા જોઈએ.અને કડક હાથે કામ પણ કરવું જોઈએ. જો નીચેના અધિકારીઓ માનતા ન હોય તો શિક્ષાત્મક પગલાં લેવાની હિંમત પણ દાખવવી પડે.