આપણું ગુજરાત

રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાનું મુંબઈ સમાચારના વાચકો,દર્શકોને સ્નેહ ભર્યું આમંત્રણ

રાજકોટ: આગામી તારીખ 17 જાન્યુઆરીના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રામભાઈ મોકરીયા પરિવાર તરફથી પૂજ્ય રમેશ ભાઈ ઓઝા ભાઈશ્રીના સ્વમુખે “ભાગવત કે રામ” કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તારીખ 17 થી 24 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડને અયોધ્યા નગરી નામ આપવામાં આવ્યું છે. સમગ્ર કથાના આયોજન અંગે રામભાઈ મોકરીયા એ જણાવ્યું હતું કે કથાનો સંપૂર્ણ ખર્ચ મોકલ્યા પરિવાર ઉપાડશે અને જે કંઈ આવત આવક થશે તે પંચનાથ મંદિર ખાતે કાર્યરત હોસ્પિટલમાં એમ આર આઈ મશીન ની ખરીદી ઉપરાંત જ્વેનાઇલ ડાયાબિટીસ સંસ્થા ચલાવતા સંચાલકો માટે એક બિલ્ડીંગ બનાવી અર્પણ કરવું ઉપરાંત જે દીકરીઓને માતા પિતા નથી તેમના સમૂહ લગ્ન માટે આવકની રકમ વહેચી દેવામાં આવશે.

મુંબઈ સમાચારના વાચકો અને દર્શકોને સહર્ષ સ-સ્નેહ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને સાથે સાથે રાજકોટની જનતાને પણ કથા શ્રવણનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર આયોજનમાં રોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે ખ્યાતનામ કલાકારો પોતાની કલાપીરસસે.જેનો લાભ લેવા પણ જણાવાયું છે. વધુમાં રામભાઈ મોકરીયા એ જણાવ્યું હતું કે 22 તારીખે અયોધ્યા ખાતે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ અયોધ્યા નગરી કહેતા રાજકોટના કથા મેદાનમાં કરવામાં આવશે અને તેની ભવ્યાતિ ભવ્ય ઉજવણી પણ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button