રાજકોટમાં મહિલા સુરક્ષા માટે ‘She Team’ના ડ્રેસ કોડ સાથે રેલી કાઢી
રાજકોટ: પો.કમી.શ્રી રાજુ ભાર્ગવનાં અધ્યક્ષ સ્થાને તથા અધિક પો.કમી.વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક શ્રી પૂજા યાદવની ઉપસ્થિતિમાં પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા તેમજ SHE TEAM દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સુરક્ષા જાગૃતી માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.આજના આ રેલીના કાર્યક્રમમાં પો.કમી.તરફથી આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મહિલાઓને લગતા ઘરેલુ હિંસા,બળાત્કાર, પોક્સો હેઠળ દાખલ થતા ગંભીર બનાવો ન બને અને શહેરમાં મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છિય બનાવ ન બને તેમજ મહિલાઓની સુરક્ષા જાગૃતિ માટે આ આયોજન કરવામાં આવેલ હતું. તથા હાલ રાજકોટ શહેરમાં જે SHE TEAM કાર્યરત છે. તેમના માટે મહે.પો.કમી.સા. નાઓ દ્વારા એક યુનિફોર્મ તૈયાર કરવામાં આવેલ છે.
ALSO READ: પુરુષોત્તમ રૂપાલા સામે હવે જામ સાહેબ મેદાને, ચૂંટણીમાં જવાબ આપવાની ક્ષત્રિયોની કરી હાકલ
‘SHE TEAM’ ની એક અલગ ઓળખ બની રહે તે હેતુથી આ ડ્રેસકોડ તૈયાર કરવામાં આવેલ છે. આજ પછી આ યુનિફોર્મમાં જ સજ્જ થઈ ‘SHE TEAM’ પોતાની ફરજ બજાવશે. જેથી શહેરના દરેક વિસ્તાર ‘SHE TEAM’ ની કામગીરીથી વાકેફ થઈ શકે તેમજ હાલ જે ‘SHE TEAM’ કાર્યરત છે તેમને વધુ સારી કામગીરી કરવા સારુ પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.
લોકો જાગૃત થયા હતા.