આપણું ગુજરાતરાજકોટ

પુલીસ કા હપ્તા ચલતા હૈ, ઔર હમ પીતે હૈ, વાઈરલ વીડિયોએ રાજકોટની પોલ ખોલી…

રાજકોટ: ગાંધીના ગુજરાતમાં ભલે દારુબંધીની વાતો કરવામાં આવે, પરંતુ બેરોકટોક હેરાફેરી કરવામાં આવે છે. રાજ્ય સરકાર રાજ્યમાં કડકપણે દારૂબંધી કાયદાનું પાલન કરતી હોવાનો દાવો કરે પરંતુ સરકાર અને પોલીસના આબરુના લીરેલીરા ઉડાવનારો કિસ્સો તાજેતરમાં બન્યો હતો. રાજ્યના રંગીલા શહેર રાજકોટનો એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસના અધિકારીઓની સામે જ એક દારૂડિયાએ કહી દીધું હતું કે પોલીસ હપ્તા લે છે.

આ પણ વાંચો : વંદે મેટ્રો ટ્રેનના મહિલા કોચમાં પુરુષો ઘૂસી આવ્યા, મારપીટનો બનાવ

વાઈરલ વીડિયો રાજકોટના ગોંડલ ચોકડીનો છો. ગોંડલ ચોકડી પાસે RTO અને વર્લ્ડ ટૂરના માઉન્ટેન ટેકરની એક ટ્રાફિક ડ્રાઈવ શરૂ હતી, જે દરમિયાન એક યુવક નશાની હાલતમાં મળી આવ્યો હતો. જેમા વર્લ્ડ-ટૂરના માઉન્ટેન ટ્રેકર વીડિયોમાં એક યુવાનને રાજકોટની સમસ્યા વિશે પૂછી રહ્યા છે, ત્યારે આ યુવકનું નામ રાજુ ગોસ્વામી હોવાનું જાણવા મળ્યું હતું.

પુલીસ કા હપ્તા ચલતા હૈ

ટ્રેકરે તેને સમસ્યા વિષે પૂછતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, DCP, SOG, પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓની સામે જ કહ્યું હતું કે પોલીસ દારૂના હપ્તા લે છે અને દારૂ મળે છે અને અમે પીએ છીએ. નગ્ન વાસ્તવિકતાને પોલીસને મોઢે મોઢ સંભળાવી આપી અને આથી ઝંખવાણી પડેલી પોલીસ યુવક સાથે કાયદેસર કાર્યવાહી કરવાને બદલે ત્યાંથી નીકળી ગઈ હતી.

આ પણ વાંચો : આનંદો! હવે અમદાવાદમાં પણ કોલ્ડપ્લે કોન્સર્ટ…

89 વાહનચાલકોને ફટકાર્યો 2.20 લાખનો દંડ

આરટીઓ અને ટ્રાફિક પોલીસએ ગોંડલ રોડ, શાપર રોડ, કાલાવડ રોડ અને માલિયાસણ રોડ ઉપર અલગ અલગ દિવસોએ મોડી સાંજના ચેકિંગ હાથ ધરતા વાહનમાં મોડીફાઇ કરેલી તેમજ વધારાની લાઇટ લગાવી નીકળતા 89 વાહનચાલકોને 2.20 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker