રાજકોટ ખાતે મંદિર પ્રાંગણ સફાઈ અભિયાન પૂરજોશમાં
આજરોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર તમામ મંદિરોને સ્વચ્છ કરવાનાં અભિયાન કાર્યક્રમ અંતર્ગતપ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સમગ્ર ટીમ મંદિર સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. રાજકોટનું પૌરાણિક પંચનાથ મંદિર ખાતે યુવા મોરચાનાં કાર્યકર્તાઓ સાથે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. દેશભરના મંદિરોમાં આ સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરોમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે દેશના તમામ મંદિરો સ્વચ્છ મંદિરો બને તેવુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આમ જુઓ તો સ્વચ્છતા દરેક જગ્યાએ જરૂરી છે અને સફાઈ કર્મચારીઓ તેમની રીતે સફાઈ કરતા હોય છે વળી કેટલાક ભાવિકો પણ સફાઈ કરી અને સેવાનો લાભ લેતા હોય છે પરંતુ આ અભિયાન અંતર્ગત જે લોકો ક્યારેય સફાઈ ન કરતા હોય તેવો વર્ગ પણ આ અભિયાનમાં જોડાઈ તેવો વડાપ્રધાનનો અભિગમ છે એટલે ચારે બાજુથી અભિનંદન અને શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે.
22 તારીખે અયોધ્યા ખાતે ભગવાન રામ પધારી રહ્યા હોય ત્યારે દરેક શહેર દરેક કામ દરેક મહોલ્લામાં અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે. શહેર ભરના ધાર્મિક સંસ્થાનો પણ સ્વચ્છ રહેશે.
આગામી તારીખ 25 ના રોજ નવા મતદારો જે આ વખતે લોકસભાના ઇલેક્શનમાં પ્રથમવાર મતદાન કરશે તેમને વીડિયોના માધ્યમથી દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધવાના હોય યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે 4: 50 લાખ નવા મતદારો વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ઉપસ્થિત રહેશે અને તે માટે દરેક શાળા કોલેજોમાં યુવા ભાજપની ટીમ કાર્યરત થઈ ગઈ છે.