આપણું ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

ફૂડ સાથે સંકળાયેલા વેપારીઓની માંગ વ્યાજબી છે?

રાજકોટ: રાજકોટ મનપા દ્વારા સીલિંગની કાર્યવાહી ને લઈને આજે હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે, પાર્ટી પ્લોટ સહિત ના ધંધાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. મનપા દ્વારા આડેધડ સીલિંગ ની કાર્યવાહી ને લઈને હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો અસંતોષ ની લાગણી જોવા મળી રહી છે. મનપા આડેધડ સીલિંગ ની કાર્યવાહી બંધ કરવા માંગ કરાઈ હતી. આજના બંધને વ્યાપક પ્રતિસાદ પણ મળ્યો હતો.

આટલી વાત સાંભળ્યા પછી તમને લાગશે કે બિચારાઓનો ધંધો બંધ છે. ખોટી રીતે સીલીંગ કરી ગયા છે.પરંતુ તેમના અગ્રણી મેહુલભાઈનાં કહેવા મુજબ એવું લાગે છે કે અધિકારીઓ જ્યારે કાયદાને વળગી રહી અને કાર્ય કરે છે ત્યારે નિયમ પ્રમાણે આ ધંધાર્થીઓને પણ વર્તવું નથી. નિયમોમાં ફેરફાર કરો આ માગણી કેટલે અંશે વ્યાજબી છે.

પત્રકારોના પ્રશ્નો ના જવાબ રૂપે મેહુલભાઈ જણાવ્યું હતું કે પહેલા અધિકારીઓ બધું ચલાવી લેતા હવે અચાનક ઈમાનદારીની વાત કરે છે .સાથે સાથે યુનિયનના અગ્રણી મેહુલભાઈના કહેવા મુજબ કોઈ અમીશાબેન(બહુ ચર્ચિત) કોર્પોરેશનના અધિકારી સાથે સંકળાયેલી વ્યક્તિએ સીલ હટાવવા માટે પાંચ લાખની માગણી પણ કરેલી, આમ આવા આક્ષેપથી એવું સાબિત થાય છે કે હજુ પણ ભ્રષ્ટાચાર ચાલુ છે.

ટી આર પી ગેમ ઝોન આ જ રીતે નિયમ પ્રમાણે અધિકારીઓ ન ચાલ્યા એટલે કાંડ થયો તો આ ધંધાર્થીઓ એવું ઈચ્છે છે કે ફરી નિયમ તૂટે અને ફરી કોઈ નાની મોટી દુર્ઘટના ઘટે? બીજા બધા જ ધંધામાં જ્યારે મંદીનો માહોલ છે ત્યારે એકમાત્ર ફૂડ બિઝનેસ જ એવો છે કે જેમાં ક્યારેય કોઈ મંદી આવી નથી.

સારી કમાણી ધરાવતા ધંધાર્થીઓ પણ જ્યારે આવી નબળી વાત કરે ત્યારે કેટલે અંશે વ્યાજબી છે તેવું લોકો ચરચી રહ્યા છે.
નિયમ પ્રમાણે બધું જ બરોબર હોય છતાં જો કોર્પોરેશન સીલ કરતું હોય તો જ આ ધંધાર્થીઓએ બંધનું એલાન અપાય અને તેમની સામે લડતના મંડાણ કરાય. અમે નિયમ પાડીશું નહીં છતાં તમે કાર્યવાહી ન કરો તેવી માગણી કેટલા અંશે વ્યાજબી છે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button