RMC કમિશનરની બદલી; નવા કમિશનર તરીકે તુષાર સુમેરા નિયુક્ત…

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈની બદલી બદલી કરી દેવામાં આવી છે. રાજકોટ મનપાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળને પણ નવા ચેરમેન મળ્યા છે.
આ પણ વાંચો : રાજ્યમાં 21 GIDC પ્રારંભ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ
રાજકોટના નવા કમિશનર તુષાર સુમેરા
રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈની બદલી કરવામાં આવી છે. તેના સ્થાને રાજકોટના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ડીપી દેસાઈની રાજકોટથી બદલી કરી અમદાવાદ ઔડાના સીઈઓ બનાવવામાં આવ્યા છે. તુષાર સુમેરા હાલ ભરૂચના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમના સ્થાને ગૌરાંગ મકવાણાની નિયુક્ત કરવામાં આવી છે.
તુષાર ધોળકિયા ગૌણ સેવાના ચેરમેન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંગળને ચેરમેન મળ્યા છે. રાજ્ય સરકારે તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંગળના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. આઈએએસ અધિકારી કમલ દાયાણી વર્તમાનમાં ગૌણ સેવાનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 2.15 કરોડ ખેડૂતો પાસે છે સોઇલ હેલ્થ કાર્ડ? જાણો કેવી રીતે બને છે…
ડી.પી. દેસાઈ લાંબી રજા પર
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ રાજ્ય સરકાર પાસે પોતાની બદલી માગી હતી. આ અંગે સુત્રોએ જણાવ્યુ હતું કે આઇએએસ અધિકારીની વિનંતી પર સરકાર વહેલી તકે નિર્ણય લઈ શકે છે. જો કે તેમનાં સ્થાને કોને પોસ્ટીંગ આપવુ તે અંગેની ચર્ચા થઈ રહી હતી. રાજકોટ મનપાના મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા અને ઈન્ચાર્જ તરીકે કોઇની નિમણુંક ન થતાં ટાઉન પ્લાનીંગ વિભાગથી લઈને ટેન્ડર સહિતની પ્રક્રિયા ઠપ થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.