આપણું ગુજરાત
એ હાલો… રાજકોટના મેળો આટલા દિવસ સુધી લંબાવાયો
લાખો લોકોએ રાજકોટના રસરંગ મેળાની મજા માણી છે, પરંતુ આવતીકાલે રવિવાર હોવાથી મેળાની મજા ન માણી હોય તેવા લોકોને લાભ મળે તે માટે મેળાનો એક દિવસ વધારવામાં આવ્યો છે. રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં એક દિવસ વધારવામાં આવ્યો છે. હવે શનિવારને બદલે રવિવારે જન્માષ્ટમીનો મેળો પૂર્ણ થશે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આયોજિત કરવામાં આવેલા જન્માષ્ટમીના લોકમેળાના દિવસોમાં વધારો કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે લોક લાગણીને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો હવે શનિવારને બદલે રવિવારે પૂર્ણ થશે. રાજકોટ જિલ્લા કલેકટરની જાહેરાત મુજબ આ વખતે પાંચ દિવસને બદલે લોકમેળો છ દિવસ સુધી ચાલશે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો લાભ લઈ શકે તે માટે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.