રાજકોટમાં ચાલુ મેચે પોલીસે કરવી પડી કંઈક આવી અપીલ

એક તરફ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રસપ્રદ મેચ ચાલી રહી છે ત્યારે ચાલુ મેચ દરમિયાન મોબાઈલ ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. જેના અંગે પોલીસ દ્વારા ચાલુ મેચમાં લોકોને ખિસ્સા કાતરુથી સાવધાન રહેવાની અપીલ કરવી પડી છે.
રાજકોટમાં મેચ દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાન પર મોબાઇલ ચોરોથી સાવધાન રહેવા માટે અપીલ કરવામા આવી હતી. જેમા અત્યારસુધી માં 10 મોબાઇલ ચોરાઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે આ વખતે પણ મોબાઇલ ચોરાઈ જતાં પ્રેક્ષકો ને ગજવા સંભાળીને રાખવા અપીલ કરાઇ હતી.
જેમા મોબાઇલ ચોરો થી સાવધાન રહેવા માટે પોલીસ દ્વારા માઇક દ્વારા અપીલ કરવામા આવી હતી. જેમા ગત મેચ દરમિયાન 200 મોબાઇલ ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પહેલાં રાજકોટમાં આજે ભારતીય ક્રિકેટર રોહિત શર્માનો ફોન ગુમ થયા હોવાની માહિતી બહાર આવી હતી. જેમાં હજી સુધી કોઈ પણ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ ફોનની વ્યાપક શોધખોળ છતાં મળ્યો ન હતો અને સ્વીચ ઓફ થઈ ગયો હતો.