રૂપાલા મામલે વિવાદ વકર્યો, વિવિધ ગામમાં પોસ્ટ વાયરલ, પદ્મિનીબાએ કર્યો અન્નનો ત્યાગ

રાજકોટની લોકસભાની બેઠકને લઈને રાજકારણ તેની ચરમસીમાએ છે. (Parsottam Rupala vs kshtriya Samaj) ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને કારણે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રિયમંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજપૂત સમાજે બરાબર ઘેરી લીધા છે. જો કે રૂપાલાએ બે વાર માફી માંગી લીધી હોવા છતાં અને અને ભાજપે ઉમેદવાર નહીં બદલવાનું જાહેર કરી દેવા છતાં સમાજમાં રોષ ઓસરવાને બદલે વધુને વધુ ઉગ્ર બનતો જાય છે. રાજકોટ જિલ્લાના વિવિધ ગામમાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વાયરલ (Boycott Rupala poster) થયા છે તો એક બાજુ મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ (Padminiba vala) અન્નનો ત્યાગ કર્યો છે.