નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરનો સપાટો
રાજકોટ: નાના મૌવા પાસે આવેલ TRP ગેમ ખાતે સર્જાયેલ અગ્નિ કાંડ બાદ મનપા કચેરી હાથ ધરી કામગીરી,
TRP અગ્નિકાંડ બાદ TP શાખા અને ફાયર વિભાગ દ્વારા રાજકોટના 18 વોર્ડમાં 18 ટિમ બનાવી અને છેલ્લા ત્રણ દિવસથી ફાયર એનઓસી તથા અન્ય બાબતો ની ચકાસણી કરી 40 જેટલા બાંધકામો સિલ કરવામાં આવ્યા અને નાની શક્તિ પૂરતી માટે અમુકને નોટિસ આપવામાં આવી.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરી એક મોટું પગલું લેવા તૈયાર…
મોલ,પેટ્રોલ પંપ,શો રૂમ,સ્કૂલ,વગેરે જગ્યાએ ફાયર NOC ને લઇ તપાસ કરવામાં આવી રહી છે, રાજકોટ શહેરમાં કુલ 40 જેટલા બાંધકામો સીલ કરવામાં આવ્યા છે, 150 થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી, રાજકોટના જેટલા નાના મોટા મોલ છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે. આમ ઊંઘમાંથી કોર્પોરેશન સફાળું જાગ્યું છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં, 101 ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ