આપણું ગુજરાતરાજકોટ

અગ્નિકાંડ બાદ ઇતિહાસની સૌથી મોટી ભરતી કરશે રાજકોટ મનપા: 428 જેટલી જગ્યાઓ ભરાશે…

રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકાના અનેક જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બાદ મનપાના અધિકારીઓમાં રાજીનામાં આપવાના દોર પણ જામ્યો છે. આજ સુધીમાં સાત જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે. જ્યારે હવે રાજકોટ મનપાએ ઈતિહાસની સૌથી મોટી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. મનપા ચીફ ફાયર ઓફિસર સહિત કુલ 428 જેટલા કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે.

આ પણ વાંચો : Rajkot માં રોગચાળો વકરતા તાવથી બેના મોત, ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા

હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગ્નિકાંડ બાદ હવે રાજકોટ મનપા સૌથી મોટી ભરતી કરવા જઈ રહી છે. અગ્નિકાંડ બાદ અનેક અધિકારીઓનાં જેલવાસ અને અનેક અધિકારીઓના રાજીનામા બાદ મનપાએ ચીફ ફાયર ઓફિસર સહિત 428 કર્મચારીઓની ભરતી કરવાની તૈયારીઓ આદરી દીધી છે. હાલ મનપામાં 250 જેટલા કર્મચારીઓની સંખ્યા ફરજ બજાવી રહી છે તે આ ભરતી બાદ વધીને 696ની થઈ જશે. 428 જેટલા કર્મચારીઓની ભરતી માટે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.

આગામી સમયમાં રાજકોટ મનપા દ્વારા લગભગ 428 જેટલા અધિકારીઓની ભરતી કરવા જઈ રહી છે. જેમાં 01 ચીફ ફાયર ઓફિસર, 01 ડેપ્યુટી ઓફિસર, 01 ઓએસ, 16 સ્ટેશન ઓફિસર, 26 લીડીંગ ફાયરમેન, 11 ક્લાર્ક, 168 ફાયર ઓપરેટર, 30 ડ્રાઈવર, બે પટાવાળા, 12 ક્લીનરનો સમાવેશ થાય છે. જેમાં ડેપ્યુટી ફાયર ઓફિસર અને સ્ટેશન ઓફિસરની લાયકાતમાં સુધારો કરવામાં આવશે જ્યારે નવી જગ્યાઓ ઉપરાંત ઘણી પોસ્ટ તબદીલ પણ કરવામાં આવશે.

હાઇકોર્ટ અને સરકારના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગના નવા બની રહેલા સેટઅપ મુજબ પ્રતિ એક લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશનની જરૂર રહેશે છે. જ્યારે વર્તમાનમાં રાજકોટમાં 7 ફાયર સ્ટેશન અને એક કવિક રિસ્પોન્સ સેન્ટર મળીને કુલ 8 ફાયર સ્ટેશન છે. આથી ભવિષ્યમાં રાજકોટ મનપાએ 12 જેટલા નવા ફાયર સ્ટેશન ઉભા કરવા પડશે.રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકાના અનેક જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બાદ મનપાના અધિકારીઓમાં રાજીનામાં આપવાના દોર પણ જામ્યો છે. આજ સુધીમાં સાત જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે. જ્યારે હવે રાજકોટ મનપાએ ઈતિહાસની સૌથી મોટી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. મનપા ચીફ ફાયર ઓફિસર સહિત કુલ 428 જેટલા કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે.

હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગ્નિકાંડ બાદ હવે રાજકોટ મનપા સૌથી મોટી ભરતી કરવા જઈ રહી છે. અગ્નિકાંડ બાદ અનેક અધિકારીઓનાં જેલવાસ અને અનેક અધિકારીઓના રાજીનામા બાદ મનપાએ ચીફ ફાયર ઓફિસર સહિત 428 કર્મચારીઓની ભરતી કરવાની તૈયારીઓ આદરી દીધી છે. હાલ મનપામાં 250 જેટલા કર્મચારીઓની સંખ્યા ફરજ બજાવી રહી છે તે આ ભરતી બાદ વધીને 696ની થઈ જશે. 428 જેટલા કર્મચારીઓની ભરતી માટે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button