રાજકોટ લોકસભા બેઠકમાં જીતના દાવા વચ્ચે કોંગ્રેસમાં પાખી હાજરી વચ્ચે ફટાકડા ફૂટયા

રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ અને અન્ય કોંગ્રેસી આગેવાનોએ રાજકોટ લોકસભાની બેઠક પર પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં બહુમાળી ચોક ખાતે સરદાર પટેલને સુતરની આંટી અને હાર અર્પણ કરી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.રાજીપો વ્યક્ત કર્યો હતો.
બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી પરેશ ધાનાણી તુમ આગે હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા.
જીતેગા ભાઈ જીતેગા પરેશ ધાનાણી જીતેગાના નારા લગાવવામાં આવ્યા.
ઉજવણી સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ડોક્ટર હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, પ્રદીપ ત્રિવેદી, લલિત કગથરા સહિતનાઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. આ અંગે શહેર પ્રમુખ અતુલ રાજાણીને આમાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તમામ લોકોને હાજર રહેવા માટે whatsapp ના માધ્યમથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.પરંતુ કોઈ કારણોસર કેટલાક આગેવાનો હાજર નથી રહ્યા.
પરેશ ધાનાણીના રાજકોટ લડવાના નિર્ણયથી પટેલ સમાજ માં શું ગતિવિધિ સર્જાશે તે આવનારા સમયમાં ચર્ચાનો મુદ્દો રહેશે.