આપણું ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

ન્યાયયાત્રા નીકળશે, કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક

રાજકોટ: TRP ગેમ ઝોન માં પીડિત પરિવારોને મુખ્યમંત્રી દ્વારા ન્યાય મળવાની બાબત નું સુરસુરિયું થયું
પીડિત પરિવારોની માંગ સાંભળવાને બદલે બોલવા ન દેવાયા
ગેમ ઝોનના પીડિત પરિવારો માટે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા
કોંગ્રેસની ન્યાય યાત્રા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરીણામ પર અસર પાડી શકે છે.

રાજકોટ મા કાલાવડ રોડ પર રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રને પગલે 25 મે 2024 ના ટીઆરપી ઝોન ખાતે બનેલી અત્યંત દુઃખદ ઘટનામાં આજરોજ રાજકોટમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અતુલ રાજાણી દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં પીડિત પરિવારો એ પોતાની વ્યથા ઠલવી હતી.

તુષારભાઈ ઘોરેચા એ પોતાનો ભાઈ ગુમાવેલ છે તેઓએ જણાવ્યું હતું કે દોઢ મહિના પછી અમોને મુખ્યમંત્રી એ બોલાવ્યા છે અમને શહેરના કોઈપણ કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો કે તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો મળવા આવ્યા નથી ત્યારે અમોએ મુખ્યમંત્રી અને રાજ્યના ગ્રહ મંત્રી સમક્ષ અમારી વ્યાજબી 12 મુદ્દાની માંગ લેખિતમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરેલ છે તેમાંથી એક પણ મુદ્દો આજે પણ અમલીકરણ થયું નથી. હાલ જે તપાસ સમિતિ દ્વારા સીટની રચના કરવામાં આવી છે તે અમોને ન્યાય અપાવી શકે તેમ નથી જે પગલે અમોએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ સમિતિ રચવાની માંગ કરી છે તપાસનીસ અધિકારીઓ પર આજે અમને ભરોસો નથી કારણ કે તેઓ દ્વારા ત્રણ કરોડનો ફ્રોડ થયાના આક્ષેપો છે જેથી કોંગ્રેસના જે માગણીઓ હતી તેમાંના તટસ્થ અધિકારીઓ સુધા પાંડે સહિતના જે નામો આપવામાં આવેલ છે તે ત્રણમાંથી બે ની નિમણૂક કરવી જોઈએ છ મહિનામાં ટ્રાયલ પૂરી કરવી જોઈએ 10 પરિવારો સાથે અમે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લેખિત આપવા છતાં અમારી કોઈ ગેર વ્યાજબી માગણી પણ ન હોવા છતાં સરકારે અમારું સાંભળેલ નથી.

પીડિત પરિવારના અનિરુદ્ધસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે અમોને ધાક ધમકી આપી દાબમાં રાખી દબાણમાં લેવા માંગો છો મુખ્યમંત્રીને મળ્યા તો મેં રજૂઆત કરી કે આ ભ્રષ્ટાચારને પગલે અમારા લાડકવાયા છીનવાયા છે પરંતુ મુખ્ય મંત્રી થી અમોને સંતોષ નથી હર્ષ સંઘવીને જણાવવાનું કે ગુજરાતમાં દારૂબંધી છે તો ગેમ ઝોનમાં ઇંગલિશ નો જથ્થો ત્યાં નીકળ્યો તો કેમ કાર્યવાહી ન કરવામાં આવી ? અમારી ૧૨ મુદ્દાની માગણી સાથે અમે અડગ છીએ જામનગર ભાજપના પ્રમુખ મારા મિત્ર ઉપર ફોન આવ્યો હતો કે મીડિયા સામે કેમ બોલો છો ત્યારે અમે કોઈથી દબાવવા માગતા નથી.

કમલેશભાઈ કે જેને પોતાના બહેન ત્યાં જોબ કરતા હતા તે તેમાં ભોગ બન્યા હતા ત્યારે કમલેશભાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અહીં આવ્યા ત્યારે અમોને કેમ ન મળ્યા ? અમારે ધરણા કરવા પડે આંદોલન કરવું પડે પત્રિકા વહેંચવી પડે બંધમાં જોડાવું પડે ત્યારબાદ સરકારની આંખો ખુલી છે. પીડીત પરિવારના ચંદુભાઈ કાથડે જણાવ્યું હતું કે આ અગ્નિકાંડમાં જે આંકડો છે 28 નો જ કેમ છે ત્યારે અગાઉ ત્રણ ચાર વખત આગ લાગી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ કેમ ન બનેલ આ ઘટનામાં સરકાર મોતનો આંકડો છુપાવવા માગતી હોય ત્યારે મને બોલતો બંધ કરી દેવામાં આવેલ હતો અને જો અમોને બોલવા જ ન દેવા હોય તો અહીંયા બોલાવ્યા શું કામ ?

જીગ્નેશ મેવાણી :- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્યો શ્રી જીગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે સ્વજનો હોય પોતાની વ્યથા રજૂ કરી અને દોઢ મહિનો સુધી તેની રજૂઆતો ઉપેક્ષા નો ભોગ બને છે પીડિત પરિવારો સાથે તેની હાંસી ઉડાડી છે. કોર્પોરેટરો, ધારાસભ્ય સાંસદો કોઈને પીડિત પરિવારોના આસૂ લૂંછવાનું મન ન થયું દોઢ મહિના દરમિયાન લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલજી સાથે વાત કરી, ઉપવાસ, રાજકોટ બંધ, ધરણા, રૂબરૂ રાહુલજીએ મુલાકાત કરી, દેશની પાર્લામેન્ટમાં આ પ્રશ્નો ઉઠાવવા જ્યારે જાહેર કરવામાં આવ્યું પછી એ પછી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને આ પીડિત પરિવારોની યાદ આવી પીડીતોની ક્રૂર મજાક અને મશ્કરી બંધ કરો સરકારે મુખ્યમંત્રી દ્વારા કોઈ ગેરંટી આપી નથી લેખિત બાંહેધરીએ પણ આપી નથી પીડિત પરિવારો 45 ડિગ્રી તાપ માં ન્યાય માટે ઝઝુમવું પડે તે શરમજનક છે ના છૂટકે અમારે આવનારા ટૂંક સમયમાં ન્યાય યાત્રા પદયાત્રા મોરબી થી શરૂ કરવામાં આવશે ઉના કાંડમાં ભોગ બનેલા ને એસઆરપી જવાનોનું રક્ષણ પરત ખેંચી લેવામાં આવ્યું છે જે ઘટનાને આજે આઠ વર્ષ થયા છે રાજકોટમાં પોલીસ કમિશનરે પત્રકારોને દબાણ કરી અને ડરાવવા ધમકાવવા પોતાના દરવાજા બંધ કરી દીધા હતા સર્કિટ હાઉસમાં હું શા માટે રોકાયો છું અને મારી રેકી કરવામાં આવી રહી છે.

લાલજીભાઈ દેસાઈ :- સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ટીઆરપી ગોમઝોને ભ્રષ્ટાચાર ને મુદ્દે અમે લડ્યા છીએ તો અમોને બળ મળ્યું છે પત્રકારો પણ મક્કમતા પૂર્વક અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે અને અડગ થઈને લખ્યું તો તેઓને પણ ધાક ધમકી મળશે તમારી પર ખોટા કેસો કરાશે ટીઆરપી ગેમ ઝોનની ઘટના પછી મુખ્યમંત્રીને બોલાવવું એ રબર સ્ટેમ્પ અને દિલ્હીના ઈશારે કામ કરતા મુખ્યમંત્રી કામ કરે છે લીપાપોથી સિવાય કશું છે નહીં ગાંધીનગરબોલાવી નાટક કરવામાં આવ્યું છે અને સરકારની સામે લડ્યા એટલે રાજકોટમાં ફક્ત ટીઆરપી ગેમ ઝોનમાં ના પીડિત પરિવારોને જ મળ્યા છે મોરબીની ઘટના તક્ષશિલા ની ઘટના કે વડોદરાની હરણી કાંડની ઘટનામાં મુખ્યમંત્રી ક્યારેય કોઈને મળ્યા નથી પરંતુ રાજકોટમાં રેલો આવતા અને પગ નીચેથી ધરતી સરકી જતા મુખ્યમંત્રીને સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા બોલાવી અને બેઠક કરવામાં આવી હતી. જેનું સુરસુરીયું થયું છે મોરબી થી હવે તારીખ 1 ઓગસ્ટથી પદયાત્રા જે ન્યાય યાત્રા બની રહે અને

પીડિત પરિવારો સાથે અમો શરૂઆત કરવાના છીએ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ અમદાવાદ 15મી ઓગસ્ટે પહોંચશે ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. હાલમાં પીડીત પરિવારોની માંગ છે કે અમને જીવતે જીવ ન્યાય મળી જાય ઝડપથી ન્યાય સાચો ન્યાય વધુ વળતરની અમારી માંગ છે અને આ તમામ મુદ્દાઓને અમે સમર્થન આપીએ છીએ ગુજરાતના તક્ષશિલા વડોદરા હરણીકાંડ અને પીડીત પરિવારો બોલાવ્યા હોય એવો દાખલો છે નહીં રાજકોટની જનતા દ્વારા ભાજપનો અસ્વીકાર અને રાજકોટ સ્વયંભુ બંધ રહેતા અને જ્યારે રાહુલ ગાંધી મણિપુરથી ન્યાયતંત્રમાં જોડાયા હોય તો અમોને વિશ્વાસ છે કે રાહુલ ગાંધી આવશે જ એવી અમને આશા છે ભાજપને 156 ધારાસભ્યનો પાવર છે જનતાના દુઃખ દર્દ ભૂલી ગયા છે ગુજરાતની જનતાનો અવાજ અમે પાર્લામેન્ટ સુધી આ બાબતે લડશું આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવશે.

આજની પત્રકાર પરિષદમાં પીડિત પરિવારો અને કોંગ્રેસના આગેવાનોમાં લાલજીભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ મેવાણી, પાલભાઈ આંબલીયા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપુત, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અંજુડીયા, રાજદીપસિંહ જાડેજા, રણજીતભાઈ મુંધવા, વશરામભાઈ સાગઠીયા, ડી.પી મકવાણા, સુરેશભાઈ બથવાર, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button