રાજકોટ જિલ્લાના જેતપુરમાં દૂધની નકલી વસ્તુઓ બનાવતી ફેકટરીમાં ફૂડ વિભાગના દરોડા

રાજકોટઃ જિલ્લાના જેતપુર(Jetpur)ના મોઢવાડી વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગર અને રાજકોટના ફૂડ વિભાગની ટીમ દ્વારા મોઢવાડિ વિસ્તાર આવેલા પનીર સહીત દૂધની આઈટમો બનાવતી ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે, ફ્રુડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર અને દૂધના ચાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. પનીર, દૂધ, વેજીટેબલ ઓઈલ, ક્રીમ મલાઈ મળી 1660 કિલો જથ્થો સીલ કરવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ અને ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ દ્વારા જેતપુર ખાતે ટાકૂડી પરામાં મીની ફેકટરીમાં દરોડા પડતા શંકાસ્પદ વનસ્પતિ ઘી ના ડબા દૂધનો પાવડર કાસ્ટિક સોડા સહિતની વસ્તુઓ મળી આવી હતી. ફૂડ વિભાગએ શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા છે, જામકંડોણાના મયુર મોહનભાઈ કોયાણી દ્વારા રજવાડી ડેરી પ્રોડકસ્ટ નાંમથી ફેકટરી ચલાવવામાં આવતી હતી. હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફેક્ટરી માલિકની પૂછપરછ હાથ ધરી છે.
Also Read –