આપણું ગુજરાત
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી ચર્ચામાં
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (કાર્ગો ટર્મિનલ) પર મુસાફરો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.સવારના 8.45 વાગ્યાની ફ્લાઈટ અંદાજીત ચાર કલાક ઉપરાંત સમય થયો છતાં નહિ આવતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી, મુંબઈ માટેની સવાર 8:45 વાગ્યાની ફ્લાઈટ ક્યારે આવે તેનો કોઈ ચોક્કસ સમય એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને કહેવામાં ન આવ્યો હોય મુસાફરો અકળાયા હતા.
રાજકોટ થી મુંબઈ માટેની એર ઇન્ડિયાની સવારની ફ્લાઈટ અંદાજીત ચાર કલાક મોડી હોય અંદાજીત 200 જેટલા પેસેન્જરો સવારે 7 વાગ્યાથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાયા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ યોગ્ય ઉત્તર મળી રહ્યો ન હતો તેવા સંજોગોમાં કનેક્ટિંગ ફ્લાઈટ પેસેન્જર્સ ને બહુ મોટી તકલીફ પડી હતી.