ડોક્ટરની હડતાલને કારણે દર્દીઓ ટળવળે છે
રાજકોટ: કલકત્તામાં બનેલી જઘન્ય ઘટનાને કારણે સમગ્ર દેશમાં હાલ ડોક્ટર હડતાલ પર ઉતરી ગયા છે.
ઘણી જગ્યાએ તો ઇમર્જન્સી સારવાર માટે પણ ડોક્ટર હાથ ઊંચા કરી રહ્યા છે.
સમગ્ર દેશને એ દુર્ઘટના પ્રત્યે સહાનુભૂતિ છે અને લોકો ન્યાય ઇચ્છિ પણ રહ્યા છે. પરંતુ ડોક્ટરનો વ્યવસાય માત્ર પૈસા નહીં પરંતુ સેવા સાથે પણ જોડાયેલો છે.
સુપ્રીમ કોર્ટ પણ જ્યારે આ કેસમાં અંગત રસ લઈ રહી છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને તાત્કાલિક ડોક્ટરોને ડ્યુટી પર લાગી જવા માટે અપીલ કરવી જોઈએ.
હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલને કારણે ઇમરજન્સી સારવાર વિભાગ પણ લગભગ બંધ હાલતમાં છે.
દર્દીઓ સારવાર માટે ટળવળે છે. કલકત્તામાં જે જુનિયર ડોક્ટર સાથે દુર્ઘટના ઘટી તે ખરેખર નિંદનીય છે પરંતુ ભૂતકાળમાં ઘણી હોસ્પિટલોમાં ડોક્ટરની ભૂલને કારણે દર્દીઓએ જાન ગુમાવ્યા છે તેવા સંજોગોમાં તેમને સજા થાય તે માટે આજ સુધીમાં કોઈ ડોક્ટર હોય હડતાલ પાડી નથી તે કડવી વાસ્તવિકતા છે.
આ પણ વાંચો : આવતી કાલે ભારત બંધ, જાણો કોણે કર્યું એલાન, શું છે કારણ, કઈ સેવાઓ થશે અસરગ્રસ્ત
સુપ્રીમ કોર્ટે એક કમિટી પણ રચી છે જે ડોક્ટર્સને સલામતી પૂરી પાડવા માટે શું વ્યવસ્થા થઈ શકે તેની સમીક્ષા કરશે. કથિત આરોપી નો નારકોટેસ્ટ પણ થવાનો છે.સરકાર જ્યારે તમામ બાબતોમાં સાથ અને સહકાર આપી રહી છે ત્યારે ડોક્ટરોએ પણ માનવતા નેવે ન મૂકવી જોઈએ.
આમ જનતાની માગણી છે કે તાત્કાલિક સારવાર વિભાગ દર્દીઓને હેરાનગતિ ન થાય તે રીતે શરૂ કરવો જોઈએ