Rajkotમાં સીલિંગ કાર્યવાહીનો વેપારીઓ વિરોધ નોંધાવ્યો, હોટેલ-રેસ્ટોરન્ટ એક દિવસ માટે બંધ

રાજકોટ : રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા કોર્પોરેશનના ફાયર તંત્ર દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી નિયમોના ભંગ બદલ સીલિંગ પ્રક્રિયા શરૂ કરી છે. જો કે તંત્ર દ્વારા નોટિસ આપ્યા વિના કામગીરી કરવામાં આવતી હોવાની વેપારીઓએ ફરિયાદ કરી છે. તેમજ કોર્પોરેશનના ફાયર વિભાગની આ મનમાની વિરુદ્ધ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ આજે બુધવારે એક દિવસનો બંધ પાળવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો…
શેરબજારની તેજીને બ્રેક: મીડકેપમાં 1200 પોઇન્ટનું ધોવાણ
કોર્પોરેશન અમે વારંવાર રજૂઆત કરી
જ્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની ફરિયાદ છે કે કોર્પોરેશનના ફાયર વિભાગ મનમાની રીતે હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે વિરુદ્ધ સિલિંગની કાર્યવાહી કરી રહ્યું છે. તેમજ વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જેના પગલે આજે રાજકોટમાં વેપારીઓ બંધ પાળશે. આ અંગે કોર્પોરેશન અમે વારંવાર રજૂઆત કરીને યોગ્ય સમય આપવા માટે પણ માગ કરી છે. જો કે તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ સહકાર આપવાના સ્થાને મનમાની કરી રહ્યા છે.