અમદાવાદઆપણું ગુજરાતમધ્ય ગુજરાતસૌરાષ્ટ્ર

રાજકોટને રગદોળ્યું મેઘરાજાએઃ જાણો સવારે દસ વાગ્યા સુધીના અપડેટ્સ…

અમદાવાદઃ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની શરૂઆત કરી છે. સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન 206 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. રાજકોટમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજકોટ શહેરમાં છ ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે જ્યારે લોધિકા તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે પોલીસ તંત્ર દ્વારા રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વરસાદ રાજકોટમાં

રાજકોટ જિલ્લામાં આજે મંગળવારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં તાલુકા પ્રમાણે સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં 125 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટમાં 142 મિમી મિમી, કોટડાસાંગાણીમાં 92 મિમી, જસદણમાં 34 મિમી, ગોંડલમાં 51 મિમી, જામકંડોરણામાં 38 મિમી, ઉપલેટામાં 20 મિમી, ધોરાજીમાં 35 મિમી, જેતપુરમાં 27 મિમી તથા વીંછિયામાં 29 મિમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ગુજરાત બિહારથી પાછળ નથીઃ એક વર્ષમાં હળવદનો નવો બ્રિજ ધડામ…

છ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ

આજે સવારે 6 થી 10 દરમિયાન 17 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 42 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના આણંદમાં પણ ધોધમાર વરસાદ ચાલુ જ છે.

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેધમહેર

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રીના ત્રણ વાગ્યાથી વરસવાનું શરૂ કરી દેતા મંગળવારની સવાર સુધી અનરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. રાતના 12થી સવારે 10 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે. જોકે જનજીવન ભારે હાલાકીમાં મૂકાયું છે.

આજી ડેમ ઓવરફલો 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ

આજી ડેમ ઓવરફલો થતા આજી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદી કાંઠાના વિસ્તારોમાંથી 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ચુનારાવાડ ચોક નજીક બેઠા પુલ ઉપર કમર સમા પાણી ભરાયા છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે પોલીસ તંત્ર દ્વારા રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટના કેકેવીથી બિગ બજાર, મહિલા અંડરબ્રિજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી રૂડા ઓફિસ, અયોધ્યા ચોકથી માધાપર અને પાટીદાર ચોક, કણકોટ રોડથી ન નીકળવા માટે શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button