આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગેમઝોન અગ્નિકાંડ: બે ઝડપાયા,ચારની શોધખોળ-પોલીસ કમિશ્નર

શનિવારની સાંજે રાજકોટના આકાશમાથી ધોમધખતી ગરમી વરસાવતા સૂર્યનારાયણ અલોપ થાય તે પહેલા છેલ્લા કિરણની સાક્ષીએ જીવનનો કેટલોક આનંદ માણવા ગયેલા યુવાઓ બાળકો માટે ‘ગેમ ઝૉન’ બની ગયો ‘ડેથઝોન’. ટીઆરપી મોલમાં ચાલતા ગેમઝોનમાં ચાલી રહેલા વેલ્ડિંગ કામ અને તેમાથી ઝ્રરતા તણખાઓએ 32 કંધોતરની જિંદગી રીતસર ભૂંજી નાખી. આ ઘટના બાદ રાજકોટના પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફર્ન્સ સંબોધી હતી. અત્યાર સુધીમાં ગેમઝોન સાથે સંકળાયેલા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.જેમાં TRP ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય 4 આરોપીની શોધખોળ ચાલુ છે. ગેમઝોન દુર્ઘટનાના 24 જ કલાકમાં ગેમઝોન જમીનદોસ્ત કરી નાખવામાં આવતા સ્થાનિક વહીવટી તંત્રએ નવા સવાલો ઊભા કરવા માટે માર્ગ મોકલો કરી આપ્યો. આ ઉપરાંત, વ્યવસ્થાપની ઓફીસમાથી નશીલા પદાર્થ મળી આવવા મુદ્દે પણ કોઈ ચર્ચા નહોતી થઈ તે પણ એક અચરજ છે

પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવએ જણાવ્યુ કે વહેલામાં વહેલી તકે આ કામમાં ત્વરાથી આરોપીઓને પકડી ચાર્જશીટ રજૂ કરીશું. જો કે કેટલાક સવાલો અહીં એ ઊભા થાય છે કે કોઈનો અભિપ્રાય લેવાયો હતો કે કેમ ? શું આ કેસમાં જો મહાપાલિકાના સતાધીશોની બેદરકારી દેખાય તો તેમની કોઈ પૂછ પરછ કરવામાં આવશે કે કેમ ? આ મુદ્દે પોલીસ કમિશનરે કહ્યું કે, અહીં સ્થાનિક પણ તપાસ સમિતિ રચાઇ છે. બાકી સીટની રચના થઈ છે તે વધુ તપાસ કરશે.

એક મહત્વની બાબત પર પૂછવામાં આવતા પોલીસ કમિશનરે કહ્યું કે, ગેમઝોનની ફાયર એન ઑ સી પ્રક્રિયા પ્રોસેસમાં હતી. તો સવાલ એ છે કે,શું આખી પ્રક્રિયા વગર જ છેલ્લા ચાર વર્ષથી ધમધમતો હતો આ ગેમઝોન ?

આ પણ વાંચો : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આખરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ તપાસ

આ ગેમિંગ ઝોનની પોલીસે નવેમ્બર 2023 માં બુકિંગ લાયસન્સ માટે મંજૂરી આપવામાં આવી હતી.ભરી પત્રકાર પરિષદમાં ભલે પોલીસ કમિશનરે લાઇસન્સ પ્રક્રિયાની વાત કરી પરંતુ સૌથી મોટી શંકા જે નાગરિકોને જાય છે તે મુજબ કેટલીક લા-પરવાહી દાખવાઇ છે. પ્રવેશ -એક્ઝિટ ગેટ એક જ હોય, ત્રણ હજાર લિટર જેટલો પેટ્રોલ-ડીઝલનો જથ્થો હોય અને ઉપરથી બાળકો રમતા હોય ત્યારે વેલ્ડિંગ કામ પણ ચાલતું હોય આ મુનસફી નહીં તો બીજું શું ?

આ ઘટનામાં પોલીસ કમિશનરે ટૂંક જ સમયમાં ચાર્જશીટ રજૂ કરવા માટે કહ્યું તો રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસ આદેશ આપ્યા છે. ત્યારે અગ્નિકાંડ મામલે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટે સૂઓમોટો લીધા બાદ સરકાર હવે જવાબ આપવા માટે સોમવારની સવાર પહેલા પૂરી તૈયારી કરી લેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો