રાજકોટ અગ્નિકાંડનો છઠ્ઠો આરોપી ફરાર કે આગમાં હોમાઈ ગયો? પરિવારજનોએ પોલીસને કરી આવી રજૂઆત
રાજકોટ: નાનામવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં લાગેલી આગની ભયાનક ઘટના(TRP Gamezone fire)માં 28 જિંદગીઓ હોમાઈ ગઈ, NDA ટેસ્ટની મદદથી મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આગકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે, છ આરોપીઓમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એવામાં એક આરોપી અંગે રહસ્ય ઉભું થયું છે, આરોપી પ્રકાશ હિરણ(Prakash Hiran)ના પરિવાર સભ્યોએ પોલીસને રજૂઆત કરી છે કે તે આગની ઘટનામાં મૃત્યુ પામ્યો હોઈ શકે, હજુ સુધી, તેનો કોઈ સંપર્ક થઇ શક્યો નથી.
રાજકોટ અગ્નિકાંડના આરોપી પાંચમા આરોપી ધવલ ઠક્કરની ગઈ કાલે આબુરોડથી ધરપકડ કરવામાં આવી હતી. આગ્નિકાંડના 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે પોલીસ છઠ્ઠા આરોપી પ્રકાશ હિરણને શોધી રહી છે. આરોપીના પરિવારને પણ આરોપી ક્યાં છે એ અંગે જાણ નથી. જેથી પ્રકાશ હિરણના પરિવારે પોલીસને રજૂઆત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઘટના વખતે પ્રકાશ ગેમઝોનની અંદર જ હતો, આથી તેનું આ ઘટનામાં મૃત્યુ થયું હોઈ શકે છે. જયારે બીજી તરફ, સીસીટીવી ફૂટેજમાં આરોપી આગ આગને બુઝાવવાના પ્રયત્નો કરતો દેખાઇ રહ્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Also Read – Rajkot ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 માંથી 13 મૃતદેહોની ડીએનએ પરથી ઓળખ થઈ
ઘટનાના ત્રણ દિવસ બાદ પણ પ્રકાશની કોઇ માહિતી ન મળતા તેના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો છે. પરિવારજનોને આશંકા છે કે પ્રકાશ આગની ઘટનામાં મૃત્યુ પામ્યો હોઈ શકે છે. જોકે, પરિવારજનોએ હજી સુધી DNA સેમ્પલ આપ્યા નથી. પ્રકાશની કાર પણ ટીઆરપી ગેમઝોનની બહાર જ પડેલી દેખાઇ રહી છે. તેનો ફોન સ્વિચઓફ આવી રહ્યો છે.
હવે આ અંગી સસ્પેન્સ સર્જાયું છે, આરોપી આગમાં હોમાઈ ગયો કે ફરાર થઇ ગયો છે? આરોપીને બચાવવા તેના પરિવારજનો ખોટી રજૂઆત કરી રહ્યા છે? પોલીસ તપાસ અને NDA ટેસ્ટ પછી જ આ અંગે સ્પષ્ટતા થશે, પરંતુ CCTV ફૂટેજ જોતા એ જીવિત હોય અને ફરાર થઇ ગયો હોવાની શક્યતા વધુ છે.
પ્રકાશ હિરણ મૂળ રાજસ્થાનનો છે. અહેવાલ મુજબ તે ગેમ ઝોનના બિઝનેસમાં 60 ટકાનો ભાગીદાર છે.
Also Read –