રાજકોટ અગ્નિ કાંડ: છ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં હાહાકાર મચાવી દેનારા રાજકોટ ગેમ ઝોન અગિંકાંડમાં સરકારે જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધાવ્યા બાદ સીટની તપાસ શરૂ થતાની સાથે જ રાજકોટનાં છ અધિકારીઓને તત્કાળ અસરથી ફરજ મોકૂફ કરવાનો હુકમ આજે સોમવારે કર્યો છે.
•મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે રવિવારે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરિક્ષણ કર્યું હતું, તથા આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સુચનાઓ આપી હતી, જેને પગલે રાજ્ય સરકારે ૬ અધિકારીઓની તાત્કાલિક અસરથીફરજ મોકુફી (સસ્પેન્શન)ના આદેશો કર્યા છે.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલિસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના ૬ અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
આ અગ્નિકાન્ડમાં સત્તાવાર રીતે 28 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે બિન સત્તાવાર મોત નો આંકડો 32 થી વધુનો હોવાનું કહેવાય છે.
Also Read –