આપણું ગુજરાતટોપ ન્યૂઝ

‘પહેલા માળેથી અમે કુદયા હતા’ રાજકોટમાં લાગેલી આગમાં બચી ગયેલા યુવાને કરી વાત

રાજકોટ : રાજકોટમાં ગઇકાલે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં (Rajkot game zone Fire) મોતનો આંકડો 32 સુધી પહોંચી ગયો છે. જેમાં 9 બાળકોનો સમાવેશ થયો હતો. મીડિયાના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં મોતના મુખમાંથી ઉગરી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ બોલિંગ સહિત બીજી રમતો રમી રહેલા યુવાનોથી ભરેલા સેન્ટરમાં ભીષણ આગ લાગવાથી તેનાથી બચવા તેમણે દરવાજો તોડવો પડ્યો હતો અને બારીમાંથી છલાંગ લગાવી પડી હતી. આ દુર્ઘટના બાદ કાટમાળની નીચે બળી ગયેલા

ફાયર ઑફિસરના જણાવ્યા અનુસાર, એકતરફ ગરમી અને વિકેન્ડનો સમય હોવાથી 300 થી પણ વધૂ લોકો અહી આવ્યા હતા. આ સમયે જ લગભગ 4:30 વાગ્યા આસપાસ અહી આગ લાગી હતી. ઓફિસર ખેરે જણાવ્યું હતું કે “લોકો અંદર એટલા માટે જ ફસાઈ ચૂક્યા હતા કારણ કે આગ લાગવાથી એક ભાગ પ્રવેશના દરવાજા પાસે પડી ગયું હતું અને આથી જ બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ચૂક્યું હતું.” તેમણે જણાવ્યું હતું કે સ્થળના માળખામાં જ્વલનશીલ પદાર્થ હોવાના લીધે આગ વધુ પ્રસરી હતી.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટે Rajkot ગેમ ઝોન અગ્નિકાંડને માનવ સર્જિત દુર્ઘટના ગણાવી, સોમવારે સુનાવણી

આ દર્દનાક દુર્ઘટનાનો ભોગ બનેલા પૃથ્વીરાજસિંહ જાડેજાએ એક અખબારમાં જણાવ્યું હતું કે “અમે બોલિંગ કરી રહ્યા હતા અને આ સમયે સ્ટાફના બે માણસોએ આવીને કીધું કે ગ્રાઉન્ડ ફ્લોર પણ આગ લાગી ગઈ છે અને હવે સૌએ બહાર નીકળી જવું જોઈએ. ત્યારે જ ફર્સ્ટ ફ્લોર પણ ધુમાડાના ગોટા ઉડતા હતા. અમે પાછળના દરવાજાથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ સફળ થયા નહોતા. આ સમયે અમે બહારથી આગની જપાટ લાગી ગઈ હતી. અમે પગથી પતરાને પગથી મારીને હટાવીને પહેલા માળેથી કૂદીને પ્રથમ માળેથી કુદયા હતા.

પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું કે, આ સમયે પહેલા માળે 70 લોકો હતા, જેમાં ઘણા બાળકો પણ હતા. અધિકારીઓએ આ બનાવ બાદ ચાર લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરાઇ રહી છે. જેમાં ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી, તેમના પાર્ટનર પ્રકાશ જૈન, મેનેજર નીતિન જૈનની સાથે અન્ય એક રાહુલ રાઠોડનો પણ સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button