પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે TRP ગેમઝોન દુર્ઘટનામાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો

રાજકોટ : શનિવારે સાંજે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મૃત્યુ થયા છે. મોટભાગના લોકોના શરીર એટલી હદે બળી ચૂક્યા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. અહીથી મળેલા માનવ અવશેષોના DNA ટેસ્ટ કરવા માટે ગાંધીનગર FSLખાતે મોકલવામાં આવ્યા હતા. અહિયાં DNA મેચ થઈ જતાં મૃતદેહોને તેના પરિવારને સોંપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સુનિલભાઈ સિદ્ધપુરા મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુનિલભાઈ સિદ્ધપૂરા 15 દિવસ પહેલા જ TRP ગેમઝોનમાં નોકરીએ જોડાય હતા. પોતે ફરજ પર હતા તે સમયે અન્ય લોકોને બચાવવાની કામગીરીમાં તેઓ લાગ્યા હતા, આ દરમિયાન તેઓ આગની ઝપેટમાં આવ્યા હતા અને તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો : શું AMCને હતી જાનહાનિની રાહ ? સરકારના આદેશ બાદ ગેમઝોનની તપાસમાં સામે આવી ઘણી અનિયમિતતા
મૃતક સુનિલભાઈની 10 વર્ષની દીકરી છે, જે ત્રણ દિવસથી પોતાના પિતાની રાહ જોઈ રહી હતી. 10 વર્ષની દીકરીએ પિતાની છાત્રછાયા ગુમાવી છે. હાલ તેમના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી રહી છે.