આપણું ગુજરાત

જાણો કોણ છે.. Rajkot ના નવા પોલીસ કમિશનર Brijesh Kumar Jha ? અગ્નિકાંડ બાદ મળી જવાબદારી

અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં (Rajkot) ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા છે. આ મોટી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરતા અનેક અધિકારીઓની બદલીઓ કરી છે. આ ઘટનાના બે દિવસ બાદ રાજ્ય સરકારે સોમવારે શહેરના પોલીસ કમિશનર અને અન્ય બે IPS અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી હતી. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલી કરવામાં આવી છે. હવે તેમના સ્થાને IPS અધિકારી બ્રિજેશ કુમાર ઝાને (Brijesh Kumar Jha) રાજકોટના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ બ્રિજેશ કુમાર ઝા વિશે કેટલીક ખાસ વાતો.

કોણ છે બ્રિજેશ કુમાર ઝા?

બ્રિજેશ કુમાર ઝાએ મંગળવારે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અગાઉ તેઓ અમદાવાદ શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-2 તરીકે કાર્યરત હતા. બ્રિજેશ કુમાર ઝા ગુજરાત કેડરના 1999 બેચના IPS અધિકારી છે. બ્રિજેશ ઝાના ફેસબુક પેજ મુજબ તે મૂળ ઝારખંડના દેવઘરના છે. તેમણે પોતાનો અભ્યાસ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી કર્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડનો છઠ્ઠો આરોપી ફરાર કે આગમાં હોમાઈ ગયો? પરિવારજનોએ પોલીસને કરી આવી રજૂઆત

આ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી

રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગને પગલે સરકારે શહેરના પોલીસ કમિશનર, અન્ય બે IPS અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-2) સુધીર કુમાર દેસાઈની પોસ્ટિંગ વગર બદલી કરવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને IAS અધિકારી આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે.

રાજ્યના તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે : હાઈકોર્ટ

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે સોમવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સખત ઠપકો આપ્યો હતો. આ ઘટના પર આક્રોશ ઠાલવતા હાઈકોર્ટે કહ્યું હતું કે હવે તેને રાજ્યના તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે જે ત્યારે જ કાર્યવાહીમાં આવે છે જ્યારે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો