રાજકોટ અગ્નિકાંડ: શક્તિસિંહનો ગંભીર આરોપ ‘સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે’
રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટનાથી સમગ્ર સ્તબ્ધ બની ગયું છે. આ ભયાનક આગમાં અત્યાર સુધીમાં 24 લોકો જીવતા ભૂંજાઈ ગયા હોવાની પુષ્ટી થઈ છે. જો કે, હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. એવા અહેવાલો છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટનાને પગલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું છે.
રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે માણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે. તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, જેમણે સરકારને નિશાન બનાવતા કહ્યું કે વારંવારની આવી ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું એ દુઃખદ બાબત છે. રાજ્ય સરકાર સુરત, વડોદરા, મોરબી, પાલનપુર બ્રિજની દુર્ઘટનાઓ સરકારની નિષ્કાળજી દર્શાવે છે ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી દર્શાવવામાં આવે છે
શક્તિ સિંહે સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે. ગુજરાતીઓએ ભાજપને ખોબેને ખોબે મત આવ્યા છે ત્યારે તેમની જવાબદારી બેવડાય છે. ભાજપના રાજમાં કોર્પોરેશનથી લઇ કેન્દ્રમાં સરકાર હોવા છતાં માત્ર ધનસંગ્રહ જ કરાય છે.
આ ભીષણ આગ માટે કોણ જવાબદાર તેવો સવાલ કરતા શક્તિસિંહે જણાવ્યું કે નૈતિકતાના ધોરણે સરકારે ઘટનામાં બેદરકારી સ્વીકારવી જોઈએ. તબેલા માથી ઘોડા છૂટી ગયા બાદ હવે તમામ ગેમઝોન બંધ કરવા નીકળ્યા છે. રાજ્ય સરકાર કમસે કમ ઈશ્વરનો ડર તો સરકાર રાખે તેવો ટોણો પણ શક્તિસિંહે માર્યો હતો.