Rajkot અગ્નિકાંડ કેસમાં ફરાર આરોપી અશોક જાડેજા પોલીસ સમક્ષ હાજર
અમદાવાદ : ગુજરાતના રાજકોટ (Rajkot)અગ્નિકાંડ કેસમાં ફરાર આરોપી અશોક જાડેજા આખરે પોલીસ સમક્ષ હાજર થયો છે. અશોક જાડેજા ગેમઝોનની જમીનનો માલિક અને કેસનો મુખ્ય આરોપી છે. પોલીસ સમક્ષ હાજર થયા બાદ તેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગ્નિકાંડમાં કાર્યવાહી
રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધી આરોપી અને મનપા પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા, ATPO મનસુખ મકવાણા, ATPO ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તમામના રિમાન્ડ મેળવ્યા છે.
Read more: ગુજરાતનાં વહીવટીતંત્રને મળશે મજબૂતી; રાજ્યને મળશે નવા 5 IAS અધિકારીઓ
એસઆઈટી 90 થી વધુ લોકોના નિવેદન નોંધ્યા
જ્યારે આ દુર્ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ આ ઘટનાની તલ સ્પર્શી તપાસ માટે 90 થી પણ વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ડીપાર્ટમેન્ટના કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એસઆઇટીએ ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની પણ ઊલટ તપાસ કરી છે.
સરકારે નવા નિયમો જાહેર કર્યા
ગુજરાતમાં કેટલાક વર્ષોથી કોઇ મોટી ઘટના બન્યા પછી તંત્રની પોલ ખૂલ્યા બાદ જાગતી સરકાર આવી ઘટનાઓ નિવારવા અને જવાબદારો સામે પગલા ભરી શકાય તેવી નિયમો અને ઝૂંબેશો હાથ ધરતી રહી છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ કોરોના કાળમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના પછી પણ ઝૂંબેશો અને નિયમો જાહેર કરાયાં હતા પરંતુ રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતા હવે સરકારે મોડે મોડે પણ ગેમ ઝોન માટેના સૂચિત નિયમો જાહેર કર્યા છે.
Read more: ગેનીબહેન ઠાકોરની જીત,પથ્થરમાં ફૂલ ખીલવા સમાન- કોંગ્રેસની ગેનીબહેનને ગદગદિત વિદાય
સીએમ ભૂપેન્દ્ર પટેલ ભૂલ સ્વીકારી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજકોટની દુર્ઘટના બન્યા પછી આપણને એમ થાય કે આટલું બધુ કામ કરીએ છતાં ક્યાંક કે ક્યાંક આપણી ભૂલ થાય છે, કેવી રીતે થાય છે? એ આજે સૌથી પહેલી પ્રાયોરિટી માણસના જીવ બચાવવાની હોવી જોઈએ. એમાં કોઈપણ જાતનું સમાધાન કોઈપણ પક્ષે ન હોવું જોઈએ. અધિકારી હોય કે પદાધિકારી હોય કોઈપણ પક્ષે સમાધાન ન હોવું જોઈએ. તો જ આમાંથી નીકળી શકાશે.