આપણું ગુજરાતટોપ ન્યૂઝરાજકોટસૌરાષ્ટ્ર

રાજકોટ અગ્નિકાંડઃ ગેમઝોનના માલિકોને ફટકાર્યો રુ. 26.21 કરોડનો દંડ

રાજકોટ: 25 મેના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. આ ગેમ ઝોન જે જગ્યા પર બનાવવામાં આવ્યો હતો તે જગ્યામાં શરતભંગ થયો હોવાનું મામલતદારની તપાસમાં સામે આવ્યું છે. આ બાદ કલેકટર દ્વારા નોટિસ ફટકારીને TRP ગેમઝોનના સંચાલકોને રૂપિયા 26.21 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કલેકટર પ્રભવ જોશી દ્વારા પશ્ચિમ મામલતદારને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું કે, TRP ગેમ ઝોનનુ બાંઘકામ રેસીડેન્સીયલની મંજૂરી સાથે શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. જેથી શરતભંગ થાય છે આ પ્રકારનો રિપોર્ટ પશ્ચિમ મામલતદાર દ્વારા કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો. જેના આધારે કલેક્ટર દ્વારા TRP ગેમ ઝોનના ત્રણ માલિકોને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી.

રાજકોટ અગ્નિકાંડને લઈને ચાલી રહેલી તપાસમાં જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ જવાબદાર ટીપીઓ, સહાયક ઇજનેર સહિતના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સરકારને સુપરત કરવામાં આવેલ અહેવાલમાં આ ગેમઝોન ગેરકાયદેસર રીતે ત્રણ વર્ષથી ધમધમી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ મનપા, ફાયર વિભાગ, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગની પણ બેદરકારીના લીધે આ દુર્ઘટના સર્જાય હોવાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગેમઝોનના માલીકો દ્વારા ગેમઝોનની જમીનને બિનખેતી કરવા માટે વર્ષ 2007માં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશનમાં વર્ષ 2015માં પાર્ટી પ્લોટ બનાવવા માટે રિવાઈઝ પ્લાન મૂક્યો હતો અને 2016માં કોમર્શિયલ બાંઘકામ માટે ન્યૂ રિવાઈઝ પ્લાન મૂક્યો હતો. જો કે તેને મંજૂરી નહોતી મળી. આમ છતાં રહેણાંક હેતુની જમીનનો કોમર્શિયલ હેતુથી ઉપયોગ કરવામાં આવતો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button