આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ: કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, “27માંથી 24 પરિવારોને 93 લાખની સહાયની રકમ ચૂકવાઈ”

રાજકોટ:રાજકોટના TRP અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે, સમગ્ર ઘટનામાં 27 લોકોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે.આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે મંત્રી રાઘવજી પટેલે રાજકોટમાં કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

મંત્રી રાઘવજી પટેલે કલેક્ટર, પોલીસ કમિશનર, સિવિલ સુપરિટેન્ડેન્ટ, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે જે કામગીરી કરવામાં આવી છે તેમની માહિતી મેળવી હતી. ઘટના બાદ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. 24 મૃતકોના પરિવાજનોને 93 લાખ રૂપિયાની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. 3 લોકોના પરિવારને ટેકનિકલ કારણોસર સહાય ચૂકવવાની બાકી છે.

આ હ્રદયદ્વાવક દુર્ઘટનામાં હજુ પણ ત્રણ લોકો ગુમ છે તેવી ફરિયાદ કરનાર હિતેશ પંડ્યા સામે ગુનો નોંધાયો છે. પૂછપરછ બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. હિતેષ રસોઈ કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના 27 હતભાગીના ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરાઈ છે.

રાજ્યના રાહત કમિશનરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ તંત્રએ તાત્કાલિક પગલા લીધા છે. જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા, તે માટે સૌ પ્રથમ ઘટનાસ્થળ પર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી.

બનાવની રાત્રે જેમ જેમ મૃતદેહો રીકવર થયા, તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના ડી.એન.એ. સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના ડી.એન.એ.સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી મોડી રાત્રે પૂર્ણ કરી, એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ