આપણું ગુજરાતરાજકોટ

રાજકોટનો મેળો રદ, શહેરમાં ચોમેર પાણી જ પાણી, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદી કહેર

રાજકોટઃ અગાઉ જૂન અને જુલાઈ મહિનામાં આખા સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રનું હબ એવું રાજકોટ તરસ્યુ અને સૂકું રહ્યું હતું, પરંતુ બીજા રાઉન્ડમાં રાજકોટ જળબંબાકાર થઈ ગયું છે. શહેરમાં આજ સવારથી બે વાગ્યા સુધીમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. માત્ર શહેર નહીં રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર ચાલુ જ છે.

સૌરાષ્ટ્રની દિવાળી એટલે કે સાતમ આઠમના તહેવાર પર જ વરસાદ વરસતા લોકમેળાઓ ધોવાઈ ગયા છે. આખું સૌરાષ્ટ્ર જ્યાં હિલોળે ચડે તેવા રાજકાટના ધરોહર મેળામાં પણ ઘુંટણસમા પાણી ભરાતા આખરે તેને રદ કરવાની ફરજ રાજ્ય સરકારને પડી છે.

રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ મેળો 28 તારીખ સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકારે આ મેળો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે મેળાની વ્યવસ્થા માટે કરવામાં આવેલા રૂ. 2 કરોડના ખર્ચને જતો કરી મુખ્ય પ્રધાને તમામ સ્ટોલધારકોને તેમના ભાડાની રકમ ને ડિપોઝિટની પૂરેપુરી રકમ પરત કરવાનો આદેશ પણ આપ્યો છે.

આ પણ વાંચો : રાજકોટને રગદોળ્યું મેઘરાજાએઃ જાણો સવારે દસ વાગ્યા સુધીના અપડેટ્સ…

રાજકોટમાં 72 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 13-14 ઈંચ આસપાસ પાણી પડ્યું છે અને હજુ વરસાદ ચાલુ જ છે. શહેરમાં પાણીને લીધે પારાવાર સમસ્યા છે. એક વિસ્તાર એવો નથી જ્યાં પાણી ભરાયા ન હોય.

માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. રાજકોટના કોટડા સાંગાણીમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી સાત ઈંચ, લોધીકામાં સાત ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં છ ઈંચ, કલ્યાણપુરમાં છ ઈંચ, ભાણવડમાં પાંચ ઈંચ, જામનગર શહેરમાં ચાર ઈંચ, પોરબંદર શહેરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકાઓ અને શહેરોમાં પણ બેથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી વચ્ચે લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે