રાજકોટમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું લોકાર્પણ કરાયું.
રાજકોટ : શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન એડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કાર્યક્રમમાં આપી હાજરી. નોકરી મેળવનારને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માનતા જણાવ્યું હતું કે વિકસિત ભારતનો સ્વપ્ન ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે અને યુવાનોને દેશમાં જ રોજગાર મળતો થયો છે.
વિદેશમાં જતા યુવાનો અટકશે અને દેશમાં જ રોજગારની તકો ઊભી થઈ રહી છે.
આવનારા સમયમાં પણ વધુ નોકરી ની તકો ઊભી થશે નવી નવી યોજનાઓ અંતર્ગત રોજગાર મેળવી શકશે.
આ પણ વાંચો :ફ્લાઇટ બાદ હવે રાજકોટની 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
સમગ્ર દેશમાં ટેકનોલોજી નો ઉપયોગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 51 હજાર યુવાનોને કાયમી નોકરીના ઓર્ડર આપી દિવાળીની ભેટ આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, દર્શીતાબેન શાહ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભારત બોઘરા તથા ભારતીય જનતા પક્ષના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.