આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના ડો. હેમાંગ વસાવડાની X પરની પોસ્ટથી થયો ખળભળાટ?

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને અન્ય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. પોતાના મૂળભૂત અધિકારનો પ્રયોગ કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા સુરતના મતદારો નિરાશ થયા છે. ?

ગુજરાતનાં સુરતમાં જે કઈ થયું તેની અસર આખા દેશમાં પડી. લોકસભાના કોંગ્રેસ બેઠકના ઉમેદવાર નિલેષ કુંબાનીનું ફોર્મ રદ્દ થયું અને પાછળથી અન્ય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા. આવું જ ક્ઈક રાજકોટમાં થવા જઇ રહ્યું હોવાની વાત કોંગ્રેસનાં આગેવાન ડો હેમાંગ વસાવડાએ X પોસ્ટ મૂકતાં ખળભળાટ મચી ગયો છે.હકીકતમાં રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી પહેલા વિક્રમ સોરાણીને ટિકિટ મળતી હોવાની વાત પ્રચંડ બની હતી. ડો વસાવડાએ પોતાની પોસ્ટમાં તારીખ સાથે લખ્યું કે,સોરાણી ભાજપમાં જોડાય છે.

રાજકોટમાં સુરતવાળી થાતાં રહી ગઈ ?

રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર બન્યા ત્યારથી કોંગ્રેસમાં કોણ ? તેવી ચર્ચા ચાલી રહી હતી. રૂપાલના વિવાદિત નિવેદન બાદ જે પડઘા પડ્યા ત્યાં સુધી વિક્રમ સોરાણીનું નામ કોંગ્રેસી ઉમેદવાર તરીકે ચાલતું હતું. પણ પરેશ ધાનાણી મેદાનમાં આવતા આખું ચિત્ર જ ફરી ગયું.ડો વસાવડાની પોસ્ટ પરથી રાજનીતિક વિશ્લેષકો એવું માને છે કે,સોરાણી પણ કોંગ્રેસમાં ઉમેદવાર હોત તો રાજકોટમાં પણ સુરત વાળી જ થાત.

સોરાણીએ ‘સેન્સ’પણ આપી હતી

રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીએ ‘સેન્સ’ પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો. કહેવાય છે કે કેટલાક સ્થાનિકોની નારાજગીના કારણે સોરાણીનો મેળ ના પડ્યો. અને આખરે પરેશ ધાનાણી રાજકોટ બેઠક પર મેદાનમાં આવતા આખું ચિત્ર ફરી ગયું. રાજકોટ શહેર કોંગ્રેસનાં જ અમુક નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરતા હતા. જો કે, હવે 29 તારીખે વિક્રમ સોરાણી ભાજપમાં પ્રવેશ કરશે તેવી માહિતી સામે આવી છે.

કોંગ્રેસની ટિકિટ પર સોરાણી પણ ફરી જાત ?

સુરતમાં જેમ સતાધારી પાર્ટીએ કથિત રીતે પોતાની ચાલ રમી એક પણ ઉમેદવાર મેદાનમાં ના રહે તેવો વ્યુહ ગોઠવી 48થી 72 કલાકમાં આખું ઓપરેશન કરી નાખ્યું.ત્યાં સુધી કે કોંગ્રેસનો ઉમેદવાર નિલેષ કુંભાણી આજે પણ શોધ્યો નથી જડતો. તેવા સંજોગોમાં ડો વસાવડાની પોસ્ટ માટે સૂત્રો પણ માને છે કે, રાજકોટ લોકસભા બેઠક પર સોરાણી પણ પવન પ્રમાણે પીઠ ફેરવી જાત,તો કોંગ્રેસની આબરૂ ધૂળ-ધાણી થઈ જાત.

હેમાંગભાઈ સુરતના ઓબ્ઝર્વર હતા ત્યારે નિલેશ કુંભાણીને કોર્પોરેશનની ટિકિટ પણ આપી ન હતી કારણ કે તે જાણતા હતા કે આ હાર્દિક પટેલના નજીકના વર્તુળનો છે ગમે ત્યારે ફસકી જશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button