રાજકોટ જિલ્લા કોંગ્રેસની બેઠકમાં મીડિયા સાથે ગરમા ગરમી

રાજકોટ: જિલ્લા કોંગ્રેસ સમિતિની આજરોજ એક બેઠકનું આયોજન થયું હતું, જેમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે વ્યૂહરચના સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ચૂંટણી સંદર્ભે સૌરાષ્ટ્રભરના પ્રમુખો તથા સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ વિચાર વિમર્શ માટે ભેગા થયા હતા. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ આ અંગેની માહિતી આપી હતી ડુંગળીના ટેકાના ભાવ માટે કોંગ્રેસ સૌરાષ્ટ્ર ભરમાં લડત આપે છે અને જ્યાં સુધી નિકાસબંધી દૂર નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું મીડિયા ને જણાવ્યું હતું.
હાલ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં પક્ષાંતર કરી અને જતા ધારાસભ્યો સંદર્ભે મીડિયાએ પૂછતા તે અંગે પ્રદેશના નેતાઓ વધારે પ્રકાશ પાડી શકે તેવું જણાવ્યું હતું. ઉપરાંત સૌરાષ્ટ્રના કડવા પાટીદાર નેતા અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા ભારતીય જનતા પક્ષમાં જશે કે કેમ તે પૂછતા વિશ્વાસ સાથે લલિત વસોયા જણાવ્યું હતું કે લલિત કગથરા ક્યારેય ભારતીય જનતા પક્ષમાં નહીં જાય તેનો મને વિશ્વાસ છે બાકી કોંગ્રેસમાં નારાજગી દર્શાવવાની સ્વતંત્રતા છે, એટલે ક્યારેક કોઈ નેતા નારાજ થાય ત્યારે મીડિયા સમક્ષ જઈ અને નારાજગી વ્યક્ત કરતા હોય છે અહીં ભારતીય જનતા પક્ષની જેમ સરમુખત્યારશાહી નથી તેવું જણાવ્યું હતું.
એઆઈસીસીના જનરલ સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી કોંગ્રેસી નેતા બી એમ સંદીપ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અમુક પ્રશ્નોના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની આંતરિક બાબતો ના પ્રશ્નો કરતા મીડિયાએ લોકોને અસર કરતા પ્રશ્નો જેવા કે પેપર લીક કાંડ બોગસ ટોલનાકા કાંડ જેવા પ્રશ્નો પૂછવા જોઈએ.
આ વાત પર મીડિયા સાથે તું તું મેં મેં થયું હતું અને મીડિયાએ કહ્યું હતું કે તમે અમને ન સમજાવો કે અમારે કયા મુદ્દા ઉઠાવવા જોઈએ અમે જ બોગસ કાંડ સંદર્ભે સમાચાર ચલાવ્યા હતા. આમ બી એમ સંતોષ સાથે મીડિયાની નોકજોગ થઈ હતી ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જતા તે સંદર્ભે મીડિયાએ વાત કરતા તેમણે નિવેદન આપ્યું હતું કે ચિરાગ પટેલ તેના ધંધાઓના કારણે ભાજપમાં ગયા છે. ભાજપ લોકશાહી ખતમ કરવા માગે છે. સૌરાષ્ટ્રના નેતાઓજો ભેગા થવાના હોય ત્યારે પૂરતી સંખ્યામાં નેતાઓ હાજર રહે તે જોવાની ફરજ પ્રદેશની છે પરંતુ વિદેશ પાખી હાજરી જોવા મળી હતી.