રાજકોટ 'ધરોહર' લોકમેળાની તૈયારી પૂરજોશમાંઃ કલેકટર માટે પડકારરૂપ બનશે? | મુંબઈ સમાચાર

રાજકોટ ‘ધરોહર’ લોકમેળાની તૈયારી પૂરજોશમાંઃ કલેકટર માટે પડકારરૂપ બનશે?

રાજકોટઃ સૌરાષ્ટ્રની આનબાન અને શાન તથા સંસ્કૃતિનું પ્રતિબિંબ એટલે લોકમેળો. રાજકોટનો લોકમેળો કરવા સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતીઓ ઉમટી પડે છે. હાલ લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.

અહીંના TRP ગેમઝોનના અગ્નિકાંડ બાદ પ્રથમ વખત મેળો યોજવામાં આવી રહ્યો છે ત્યારે પ્રશાસન માટે આ વખતે અનેક પડકારોનો સામનો કરવાની નોબત આવે તો નવાઈ નહીં. મેળાઓમાં સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કલેકટર જાહેર કરેલી SOP (Standard Operating Procedure)ના કારણે રાઈડ સંચાલકો હરાજીનો બહિષ્કાર કર્યો હતો.

આ પણ વાંચો :દિલ્હી એઇમ્સમાં કામ કરતા મૂળ રાજકોટના ન્યૂરોસર્જન ડો. રાજ ઘોણિયાએ ટૂંકાવ્યું જીવન !

બીજી બાજુ ખાનગી મેળા સંચાલકો દ્વારા પ્લોટ ખરીદી કર્યા પણ ખાનગી મેળા સંચાલકો નિયમોનું શું પાલન કરશે એ સૌથી મહત્ત્વનો સવાલ છે. મેળો ખુલ્લો મૂકવા માટે હવે માત્ર 4 દિવસ બાકી છે, જે 24 તારીખે લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે
હજુ મેદાનમાં ફાઉડેશનનું કામ શરુ કરવામાં નથી આવ્યું. એની સાથે અન્ય સવાલો એ પણ છે કે શું કલેકટર દ્વારા પાછલા દરવાજે ખાનગી મેળા સંચાલકોને SOPમાં ફેરફાર કરવામાં આવ્યો છે? સૌથી મહત્ત્વનો સવાલ છે કે લોકમેળામાં લોકોની સુરક્ષા જળવાઈ રહેશે કે નહિ સૌથી મોટો સવાલ છે. પ્રાઇવેટ મેળાઓ પણ પોતાની રીતે મોટી રાઈડ રાખી રહ્યા છે તેઓને માટે જુદા નિયમો છે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો

સંબંધિત લેખો

Back to top button