આપણું ગુજરાત

Rajkot માં કોર્પોરેશન દ્વારા નિર્મિત ગેમ ઝોનને રદ કરવાની માગ, કોંગ્રેસે આપ્યા આ કારણ

રાજકોટ : રાજકોટના(Rajkot)ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા કરુણ અકસ્માત બાદ હવે કોર્પોરેશન દ્વારા નિર્માણ પામી રહેલા ગેમ ઝોન પ્રોજેક્ટને રદ કરવાની માગ ઉઠી છે. જેમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ ગેમ ઝોન માટે એનઓસી પણ લેવામાં આવી નથી. રાજકોટ કોંગ્રેસે કોર્પોરેશનના કમિશ્નરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વેપારીઓ, શેક્ષણિક સંકુલો અને લોકોએ આનો સદંતર વિરોધ કર્યો છે.

પ્રોજેકટ રદ કરવા કોંગ્રેસ આગેવાનોએ માગ કરી

રાજકોટ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 10 ના કાલાવડ રોડ પર કે.કે.વી. સર્કલ નજીક આત્મીય કોલેજ નજીક પરિમલ સ્કૂલ સામે ગેમ ઝોન બની રહ્યો છે. જેની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે જે હાલમાં એનઓસી લીધા વગર કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ કામ શરૂ થાય તે પૂર્વે પ્રોજેકટ રદ કરવા કોંગ્રેસ આગેવાનોએ માગ કરી છે.

મીની ટીઆરપી ગેમ ઝોન બનશે

જોકે, કોર્પોરેશનને પ્રોજેકટ બનાવવો હોય તો અન્ય સ્થળો એ ગેમ ઝોન બનાવી શકાય છે. હાલ જે સ્થળે ગેમ ઝોન બનાવવામાં આવશે તે સ્થળે રોજીંદી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા છે. જયારે એક તરફ બોક્સ ક્રિકેટ બીજી તરફ સ્કેટિંગ રિંગ અને સ્નૂકર, કેરમ જેવી ઇન્ડોર ગેમ માટે તૈયારી કરવામાં આવી રહી છે જે મીની ટીઆરપી ગેમ ઝોન જેવો ગણાશે.

Also read: Rajkot ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 માંથી 13 મૃતદેહોની ડીએનએ પરથી ઓળખ થઈ

ટ્રાફિક સમસ્યા સર્જાશે અને અકસ્માત નો ભય

તેમજ કોર્પોરેશન દ્વારા આ પ્રકારના પ્રોજેકટ બનાવી પાર્કિંગ અને ગેમ ઝોન પોતાના મળતિયાઓને પધરાવી દેવાનો પ્રયાસ છે. પે એન્ડ પાર્કિંગ માં હાલ નિયમ મુજબ ફી વસૂલવાને બદલે બેફામ ઉઘરાણા થાય છે. જો આ સ્થળે ગેમ જોન બનશે થાય તો વેપારીઓ માટે પાર્કિંગ ની સમસ્યા સર્જાશે અને સ્કૂલ, કોલેજ હોવાને પગલે વિધાર્થીઓને પણ અડચણ રૂપ અને અભ્યાસ માં દખલગીરી થશે. સ્કૂલ કોલેજના વિધાર્થીઓ છૂટવાના સમયે ટ્રાફિક સમસ્યા સર્જાશે અને અકસ્માત નો ભય પણ રહેશ.

કોર્પોરેશને બે પ્રોજેકટો રદ કર્યા

રાજકોટ મહાનગરપાલિકાએ આ અગાઉ રાજકોટની જનતાના અભિપ્રાય લીધા વગર બે પ્રોજેકટો બનાવ્યા છે. જેને આખરે રદ કરવા પડ્યા છે. જેમાં કોટેચામાં સ્કાઇ વોર્ક માં 60 લાખનો ખર્ચ કર્યા બાદ પ્રોજેકટ રદ થયો હતો. ગોંડલ રોડ મક્કમ ચોક ઓવર બ્રિજ સાંકડો કરતાં આજે એસ.ટી. ના ડ્રાઈવરોને સૂચના છે કે આ બ્રિજ પર એસ.ટી બસના ચલાવવી. શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક સર્કલો મોટા કરીને હવે નાના કર્યા છે. જયારે રેલ નગરમાં ઓવર બ્રિજ બનાવવાને બદલે અંડરબ્રિજ બનાવતા બારે માસ પાણી ભરાયેલું રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button