રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભમાં ઘરેણા ચોરાવાની ઘટના સામે આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન નીચે પીએસઆઇ ડીસી સાકરીયા હેઠળ એક ટીમ બનાવી તપાસ શરૂ કરી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન એસીપી ભરત બસીયા તથા પીઆઇ મેહુલ ગોંડલીયાનું સતત માર્ગદર્શન રહ્યું હતું. છ દિવસ સુધી રાજસ્થાન તથા ગુજરાતના અમુક પ્રાંતમાં રેકી કર્યા બાદ આ ગેંગ ફરી રાજકોટમાં ચોરી કરવા આવી રહી છે તેવા સમાચાર મળતા તેનો પીછો કરી અને તેમને પકડી પાડવામાં આવ્યા હતા.
એક મહિલા સહિત પાંચ શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી મધ્યપ્રદેશના કડિયા ગામના રહેવાસી છે. તપાસ દરમિયાન એક આવનારી વાત સામે આવી હતી કે આ ગામના શખ્સો દ્વારા ચોરી કરાવવાની શાળા ચલાવાય છે.
આ ગેંગના સભ્યો ઓલ ઇન્ડિયામાં કાર્યરત છે અલગ અલગ ટીમ બનાવી અને ચોરીને અંજામ આપે છે. ચોરી કરવાની પ્રક્રિયા એવી હતી કે લગ્ન પ્રસંગમાં મહેમાન બની ને ગેંગના સભ્ય પ્રસંગમાં ભળી જતા હતા.
સોના ચાંદીના દાગીના સહિતની કીમતી ચીજ વસ્તુઓ ચોરતા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અત્યારે જે ગેંગ પકડાઈ છે એણે રાજકોટ શહેરમાં બે,એક ગ્રામ્ય વિસ્તારમાં,એક અમદાવાદ શહેર અને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આ ગેંગે ચોરીઓ કરી હતી.
ઝડપાઈ ગેંગ પાસેથી 15 લાખથી વધુ નો મુદ્દા માલ ઝડપાયો હતો.
આ ગેંગ નાના બાળક પાસે ચોરી કરાવતા હતા.જો બાળક પકડાઈ જાય તો તેમની નજીક રહેલા તેમની જીવનને સભ્યો આવી જતા અને બાળક સમજી માફ કરી દેવા જણાવતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નાની મોટી 30 જેટલી ચોરીઓ આ ગેંગ દ્વારા કરવામાં આવી છે.