આપણું ગુજરાત
રાજકોટ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી મોટા નુકસાન ની ભીતી:
રાજકોટ સાથે આજે લગભગ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણે અચાનક પલટો લીધો હતો.આમ તો ત્રણ દિવસની આગાહી હતી પરંતુ અચાનક વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો .રાજકોટની આસપાસના અમુક વિસ્તારમાં બરફના કરા પણ પડ્યા હતા અને રોડ પર લોકો ગાડી ઊભી રાખી અને એ બરફની મજા પણ માણી રહ્યા હતા. રાજકોટની બાજુમાં વાંકાનેર ખાતે કારખાનાઓ તથા મકાનોમાં નુકસાન થયું હતું.
છાપરાઓ ઉડ્યા હતા ત્યારે રાજકોટ ખાતે આવેલ ઇન્ટરનેશનલ ખંડેરી સ્ટેડિયમ ખાતે વાવાઝોડાએ સારું એવું નુકસાન કર્યું હતું.આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદના ઝાપટા પડ્યા હતા ખેતી વિષયક પાકને મોટું નુકસાન થાય તેવી ભીતી સર્જાઈ છે.