રાજકોટમાં યુનિ. પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં 25,000 લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

રાજકોટઃ અહીંની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં જામનગર એસીબી (એન્ટ કરપ્શન બ્યુરો)ના સફળ ઓપરેશનમાં કોન્સ્ટેબલને રંગેહાથે લાંચ લેતા ઝડપ્યો હતો. લાંચ લેનારા કોન્સ્ટેબલની ઓળખ વિપુલ ઓળકીયા તરીકે કરવામાં આવી છે, જ્યારે તેને રૂ. 25 હજારની લાંચ લીધી હતી. એની સાથે ભાવિન રૂઘાણી નામનો અન્ય શખસ પણ ઝડપાયો છે. ફરિયાદી વિરુદ્ધ થયેલી અરજીમાં હેરાન પરેશાન નહીં કરવા માટે લાંચ માગી હતી.
આ સંબંધમાં ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યાર બાદ તરત જ પીએસઆઈ બોદર તથા વકીલ રૂકાણીની પણ અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં રાઇડસની મજા માણવા મળશે કે નહિ ?
આ અગાઉ કોન્સ્ટેબલ વિપુલ ઓળકીયા અમદાવાદ ખાતે લાંચ લેવા બાબતે એસીબીના હાથમાં ઝડપાઈ ગયેલ અને સજા સ્વરૂપે જિલ્લા ફેર બદલી કરી અને રાજકોટ મૂકવામાં આવ્યા હતા. અહીં પણ તેણે પોતાની વૃત્તી બદલી નહોતી. સમગ્ર મામલાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.