સિવિલ હોસ્પિટલમાં હડકાયા કૂતરાના ઇન્જેક્શનો લાંબા સમયથી સ્ટોક ખલાસ…
દવાઓમાં વાર્ષિક સ્ટોકમાની અનેક દવાઓ ઉપલબ્ધ ન હોય શહેર કોંગ્રેસ દ્વારા માહિતી મંગાઇ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ મીડિયાને જણાવતા કહ્યું કે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં હડકાયા કુતરાના ઇન્જેક્શનનો ચારેક મહિનાથી ઉપલબ્ધ છે નહીં.રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે અને આજુબાજુ સો કિલોમીટર માંથી દવા લેવા માટે દર્દીઓનો ઘસારો રહે છે જેમાં ઉપલેટા, ગોંડલ, જેતપુર, વાકાનેર, જામકંડોણા કાલાવડ સહિતના વિસ્તારોના આજુબાજુ માંથી હડકાયા કુતરા કરડવાના દર્દીઓ જ્યારે આવે ત્યારે તેવા દર્દીને મારવાના થતા ઇન્જેક્શનો (રસી) ઉપલબ્ધ ન હોવાને બદલે હાડમારી ભોગવવી તાત્કાલિક સારવાર મળતી નથી. જે પગલે જીવનું પણ જોખમ રહે છે. આ પ્રકારના દર્દીઓ જ્યારે આવે છે ત્યારે પ્રાઇવેટ મેડિકલ માંથી ઇન્જેક્શન મગાવવાની ફરજ પડે છે.
અમારી જાણ મુજબ આ સિવાય પણ અનેક દવાઓ દર્દીઓને ન મળતી હોવાને પગલે જ્યારે શહેર કોંગ્રેસ સમિતિ પાસે ફરિયાદ આવી ત્યારે રૂબરૂમાં ઇન્જેક્શનનો બાબતે પૂછપરછ કરતા ચલક ચલણુ અને જવાબદારો દ્વારા જ્યારે ખો આપવામાં આવી.
આ પણ વાંચો : Rajkot માં “મા તે મા બીજા બધા વગડાના વા ” કહેવાતને ચરિતાર્થ કરતી તસવીર વાયરલ
સૌ પ્રથમ ઇન્જેક્શન રૂમમાં પુછપરછ કરતા ચારેક માસથી હડકાયા કૂતરા ના ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ છે. રૂબરૂ પૂછપરછમાં ગયેલા કોંગ્રેસ સમિતિના આગેવાન એ જણાવ્યું કે આરોગ્ય વિભાગ રાજ્ય સરકાર પાસે ઇન્જેક્શનોની ડિમાન્ડ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પાસે કરી છે કે કેમ ત્યારે જવાબ મળ્યો કે આ બાબતે RMOને મળવું પડે RMO મિટિંગમાં હોવાને પગલે RMO ઓફિસમાંથી દવાઓના સ્ટોક અંગેના રેકોર્ડ રાખવા અંગેની જેની જવાબદારી છે તે ડોક્ટર જે કે નથવાણી પાસેથી માહિતી મળશે ડોક્ટર નથવાણી ને મળતા તેઓએ જણાવ્યું કે આ અંગે સુપ્રિન્ટેન્ડેન્ટ મેડમ ને મળવું પડે મેડમ ને મળતા મેડમે ફરીથી ડોક્ટર નથવાણી તરફ ખો આપી. આ રીતે દર્દીઓના હિતમાં સામાન્ય માહિતી માટે ચલક ચલણુ રમી ખો આપવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ મેડમ ને લેખિત રજૂઆત કરી છેલ્લા ત્રણેક માસમાં વાર્ષિક સ્ટોક માની ઉપલબ્ધ દવાઓનો અને હડકાયા કુતરા કરડવાના ઇન્જેક્શનનો અંગેનો સ્ટોક ખાલી થઈ ગયેલ છે તે અંગેની વિસ્તૃત લેખિતમાં માહિતી માગવામાં આવી છે.
એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માહિતી માગવાનો અધિકારનો કાયદો તેમજ દરેક વ્યક્તિને રેકોર્ડ પર ની માહિતી આપવી તેમ છતાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને જવાબદાર ડોક્ટરો દ્વારા આ અંગે માહિતી આપવામાં યેન કેન પ્રકારે ઠાગાઠૈયા કરવામાં આવતા લેખિત માહિતી આપવા અંગે રજૂઆત કરવાની ફરજ પડી છે.
લોકોની આરોગ્ય સુખાકારી માટે વિપક્ષ સક્રિય થયો છે.