આપણું ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલ નું તંત્ર ક્યારે સુધરશે?

રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી ફરી એક વખત લોકો સમક્ષ આવી છે સરકાર તરફથી તમામ સવલતો આપવામાં આવે છે પરંતુ તેને લોકોની સેવા માટે વાપરવું તે લોકલ તંત્ર અને તેના વડા ઉપર આધારિત છે.

મુંબઈ સમાચાર એ અગાઉ પણ અનેક વખત તંત્રની ઘોર બેદરકારી અંગે છાપેલું છે પરંતુ અમુક પ્રશ્નો બહુ લાંબા સમય થયા છતાં ઉકેલાયા નથી આરોગ્ય મંત્રી શ્રી સૂચનાઓ આપે છે પરંતુ હવે એવું લાગે છે કે શિક્ષાત્મક પગલાં લેવાશે તો તંત્ર સુધરશે કરોડો રૂપિયાના મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ધૂળ ખાતા પડ્યા છે લાગે છે કે અધિકારીઓને કામ કરવાની દાનત નથી સરકાર સાધનો આપી અને સંલત પૂરી પાડે પરંતુ તેનો લોકો માટે ઉપયોગ કરવો તે સ્થાનિક તંત્ર ના હાથમાં હોય છે. રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા એ અગાઉ પ્રજા વતી રજૂઆત કરી હતી .થોડો સમય વ્યવસ્થિત ચાલ્યું પરંતુ ફરી પરિસ્થિતિ એની એ જ સર્જાય છે.


સ્થાનિક નેતાગીરી પણ અગમ્ય કારણોસર સિવિલ હોસ્પિટલમાં લોકો આટલા હેરાન થાય છે છતાં પગ મુકતા નથી કે ઠપકો આપતા નથી કે શિક્ષાત્મક પગલાં લેવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા નથી. લાખો રૂપિયાના પગાર લઈ અને કામના નામે ડાન્ડાઈ કરતા કર્મચારીઓને યોગ્ય પદાર્થ પાઠ ભણાવવો જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીઓ માટે જીવાદોરી સમાન એલ.આર.મશીન 6 મહિનાથી ધૂળ ખાય છે.
ગાંધીનગરના આરોગ્યતંત્રના ઇન્સ્પેકશનના રિપોર્ટની સિવિલ હોસ્પિટલના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હોવાનું સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર ત્રિવેદી જણાવી રહ્યા છે.


થેલેસેમિયાના દર્દીઓને ફિલ્ટર વાળું બ્લડ ચડાવવા માટે આ મશીન અત્યંત જરૂરી હોય છે. સિવિલ સુપ્રીટેન્ડ પણ વારંવાર કહી રહ્યા છે કે ટૂંક સમયમાં રિપોર્ટ આવી જશે,મશીન ચાલુ કરી દેશુ પરંતુ છેલ્લા છ મહિનાથી થેલેસેમિયાના દર્દીઓ અને તેમના સગાઓ આ મશીન ક્યારેય શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
300 થી 400 થેલેસીમિયા ના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે.
જોઈએ આ વખતે સરકારના બહેરા તંત્રને પ્રજાનો સાદ સંભળાય છે કે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker