આપણું ગુજરાતરાજકોટ

Rajkot સિટી બસ કાળ બની, યુ ટર્ન લેવામાં બેદરકારીથી માતા-પુત્ર કચડાયા, પુત્રનું મોત

રાજકોટ : ગુજરાતના રાજકોટ(Rajkot)શહેરમાં સિટી બસે અકસ્માત સર્જ્યો છે. જેમાં શહેરના કાલાવાડ રોડ પર સિટી બસ ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલા માતા અને પુત્રને ટક્કર મારી હતી. જેમાં સાત વર્ષના પુત્ર મૃત્યુ થયું છે. જ્યારે આ ટક્કરના લીધે માતા પણ ગંભીર રીતે ઘાયલ છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે, આ ઘટના બાદ આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે.

જ્યારે આ ઘટનાની ઘાયલ માતાના પરિવારજનોને કરવામાં આવતા તેવો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમન બાળકના મૃત્યુના પગલે ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

યુ ટર્ન વખતે ડ્રાઈવરે બેદરકારી દાખવી

આ અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે સિટી બસ રોડની એક બાજુ ઊભી હતી ત્યાર બાદ તે તેની જમણી બાજુએ યુ ટર્ન લઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક રોડની બીજી બાજુ ચાલી રહેલા માતા-પુત્રને કચડી નાખ્યા હતા. માતા-પુત્ર બસના ટાયર નીચે આવી ગયા હતા. આ ઘટનામાં સગીરનું મોત થયું હતું, જ્યારે 33 વર્ષની હેતલ બેન ઘાયલ થયા છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસે સીટી બસ ચાલક સામે એફઆઈઆર નોંધી તેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : રાજકોટમાં કાંદા-મગફળીની ભરપૂર આવક, માર્કેટિંગ યાર્ડ બહાર લાગી લાંબી કતારો…

પોલીસે ડ્રાયવર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામમાં કૃષ્ણનગરમાં રહેતી 33 વર્ષીય હેતલ બેન તેના 7 વર્ષના પુત્ર સાથે ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સિટી બસના ચાલકે બંનેને ટક્કર મારી હતી પરિણામે પુત્રનું મોત થયું હતું. આ ઘટના બાદ તાલુકા પોલીસે બસ ચાલક સામે કલમ 125(A),125(B),106(1),BNS ની 181 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 અને 187 હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button