રાજકોટમાં છેડતીની શંકાએ બે સગા ભાઈઓની હત્યાથી ખળભળાટ
![Two brothers murder crime scene in Rajkot city with police investigation tape](/wp-content/uploads/2025/02/rajkot-brothers-murder-molestation-case.webp)
Rajkot Crime News: રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેડતીની શંકાએ બે સગા ભાઈઓ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એકનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બે સગાભાઈઓની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો.
શું છે મામલો
રાજકોટના સંત કબીર રોડ પર રહેતા પરપ્રાંતિય અમિત જૈન અને વિક્કી જૈન નામના બે સગાભાઈઓ પર સોમવારની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પૈકી એકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજાને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
Also read: સુરતમાં 3 છોકરીઓની છેડતી કરનારો ઝડપાયો, CCTV માં કેદ થઈ હતી ઘટના…
પોલીસે શું કહ્યું
છરીના આડેધડ ઘા ઝીંકાતા બંને ભાઇઓ લોહિયાળ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા અને ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ,મધ્ય પ્રદેશના ઉજ્જૈનના વતની રાજુભાઇ જૈન અને તેનો પરિવાર રાજકોટમાં આર્યનગરમાં રહે છે અને ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે. પરિવાર જે મકાનમાં રહે છે તે મકાનના જ નીચેના ભાગે હત્યારા છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા પણ રહે છે, જૈન બંધુ કેટલાક સમયથી છોટુ શંકરની પત્નીની છેડતી કરે છે તેવી છોટુ શંકરને શંકા હતી. આ બાબતે સોમવારની રાત્રે ફરીથી માથાકૂટ થતાં અમિત અને વિકી જૈનને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાથી જૈન પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.