આપણું ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

રાજકોટ ભાજપમાંથી સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરના કૌભાંડનું રેકર્ડ જ નથી બોલો!!!

ભારતીય જનતા પક્ષ છાતી ઠોકીને કહે છે કે અમે કોઈ કૌભાંડમાં સામેલ નથી. પરંતુ થોડા સમય પહેલા ગોકુલ નગર આવાસ યોજના અને સરકારી જમીન પર ગેરકાયદેસર ઓડિયો બાંધી અને દબાણ કરવાના સંદર્ભે ભાજપ એ બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા હતા.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં બે વર્ષમાં આટલા આવાસ બાંધવામાં આવ્યા

રાજકોટની જનતાને કૌભાંડની તપાસ કરવાનું વચન પણ અપાયું હતું. પરંતુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે.
આર.ટી.આઈ એકટીવિસ્ટને મનપાના કુષણનગર સિવિક સેન્ટરમાંથી જવાબ મળ્યો કે બન્ને કોર્પોરેટર પર લાગેલા આક્ષેપો અંગેની રેકર્ડ આધારિત માહિતી અત્રેની કચેરીમાં ઉપલબ્ધ નથી.

ગોકુલનગર આવાસ યોજના કૌભાંડ અને સરકારી જમીન પર ૩૦૦ જેટલી ઓરડીના લેન્ડગ્રેબિંગ કેસ મામલે મનપાના મેયર અને મ્યુ કમિશનરે ફૂલડીમાં ગોળ ભાંગ્યાનો અરજદારે અક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે રાજસ્થાનથી ત્રણને ઝડપ્યા…

રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજના કૌભાંડ અને સરકારી જમીન પર ૩૦૦ જેટલી ઓરડીના લેન્ડગ્રેબિંગ કેસ મામલે મનપાના મેયર અને મ્યુ કમિશનરે ફૂલડીમાં ગોળ ભાંગીને ભાજપમાંથી સસ્પેન્ડેડ બન્ને મહિલા કોર્પોરેટરોને ક્લીનચિટ આપી દીધી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.આ અંગે આજીડેમ પાસે માંડાડુંગરમાં રહેતા આર.ટી.આઈ એકટીવીસ્ટે બન્ને કૌભાંડો અંગે લેખિતમાં માહિતી માંગી હતી.જેમાં મનપાના કુષણનગર સિવિક સેન્ટરમાંથી જવાબ મળ્યો કે બન્ને કોર્પોરેટર પર લાગેલા આક્ષેપો અંગેની રેકર્ડ આધારિત માહિતી અત્રેની કચેરીમાં ઉપલબ્ધ નથી. તો હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મેયર અને મ્યુ કમિશનર જે કૌભાંડોની તપાસ કરતાં હતા તે સરકારી કચેરીમાંથી રેકર્ડ ગુમ થઈ ગયું કે શું ?

અવળા ગણેશ બેસવાની કહેવત માફક શહેર ભાજપમાં આંતરિક વિવાદો શાંત થતા નથી.ત્યારે તાજેતરમાં ગોકુલનગર આવાસ યોજના કૌભાંડ અને સરકારી જમીનમાં ૩૦૦ ઓરડી બનાવવાના કેસમાં વોર્ડ નંબર ૫ નાં વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર ૬ નાં કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા.આ બન્ને મહિલા કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોપાયા બાબતે કોગ્રેસે સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે.

આવા સમયે આજીડેમ ચોકડી પાસે રહેતા આર.ટી.આઈ એક્ટીવિસ્ટે બન્ને મહિલા કોર્પોરેટરના કૌભાંડ અંગે રાજકોટ મનપામાં કરેલી અરજીમાં રેકોર્ડ આધારિત માહિતી માંગી હતી.જો કે આ અંગે મનપામાંથી આર.ટી.આઈના જવાબમાં પૂછવામાં આવેલી માહિતી ઉપલબ્ધ ન હોવાનું રહસ્મય જવાબ મળ્યો હતો કે અમારી સરકારી કચેરીમાં આવો કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી.

જેથી અરજદારે સ્ફોટક આક્ષેપ કરતા જણાવ્યું છે કે બે બે કૌભાંડમાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમે ફૂલડીમાં ગોળ ભાંગી નાખ્યો તેમ આ બન્ને મહિલા કોર્પોરેટરોને ક્લીનચીટ આપી દીધી હોત તેવું ચિત્ર ઉપસ્યું છે. રાજકોટ મનપાની કચેરીમાં કોઈ રેકોર્ડ ઉપલબ્ધ ન હોય તેવો લેખિતમાં જવાબ આપી દીધો હતો. હવે પ્રબુદ્ધ નાગરિકો સાથે પક્ષના નેતાઓમાં પણ પ્રશ્ન શુર થયા છે કે શું કોર્પોરેટરનું સસ્પેન્શન માત્ર પ્રકરણ દબાવવા માટેનું નાટક હતું ? સસ્પેન્ડ કર્યા બાદ રાજકોટ મનપા દ્વારા પણ કોર્પોરેટર વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી ?
તપાસના નામે નાટક કેમ ચાલી રહ્યું છે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button