રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે થયો હોબાળો સફાઈ કામદારો જાતે પહોંચ્યા કે કોઈના ઈશારે?
રાજકોટ : સામાન્ય રીતે કોઈ પણ પ્રશ્ન હોય એ જે ડિપાર્ટમેન્ટનો હોય ત્યાં રજૂઆત થતી હોય છે સફાઈ કર્મચારીઓની ભરતી સંદર્ભે મહાનગરપાલિકામાં રજૂઆત કરવાની હોય પરંતુ ત્યાં રજૂઆતનો કોઈ પ્રત્યુતર મળતો ન હોય સફાઈ કામદારોએ આજે બહુ સ્માર્ટ મુવ કરી ત્યારે સી આર પાટીલ કમલમ એક પત્રકાર પરિષદ નો ઉદબોધન કરવાના હોય તમામ સફાઈ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને રજૂઆત કરવાના મૂડમાં હતા.
આને સામાન્ય ભાષામાં કહીએ તો સફાઈ કામદારોએ નાક દબાવ્યું જેથી યોગ્ય રીતે મોઢું ખુલ્લી શકે.
જોકે આવી સમજદારી સફાઈ કામદારોમાં કે તેના નેતામાં જાતે આવી કે કોઈનાં ઈશારે ચતુરાઈ પૂર્વક કમલમ મોકલી દેવાયા તે હાલ ચર્ચા નો વિષય છે.
સી .આર .પાટિલના આગમન પહેલા સફાઈ કર્મીઓએ હોબાળો મચાવ્યો હતો.
સફાઈ કામદારો પોતાના પ્રશ્નો બાબતે સી.આર .પાટીલ ને રજૂઆત કરવા માટે પોહ્ચ્યા હતાં
અચાનક આ ઘટનાથી કમલમ ખાતે ચિંતાનું મોજુ પણ ફરી વળ્યું હતું.
મુકેશ દોશીએ સફાઈ કર્મીઓને કહ્યું મોટાભાઈ તરીકે કહું છું આજે રજુઆત નહીં કરવા મળે ,મજા આવશે નહીં.
સફાઈ કામદારોને ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ખખડાવ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટને સાફ સુથરું રાખવા સફાઈ કામદારોની ભરતી કરો: વશરામ સાગઠીયા
આ રીતે વિરોધ કરવો એ યોગ્ય ન કહેવાય
સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું
સફાઈકામદારો ની રજુઆત શિરોમાન્ય પરંતુ સમય અયોગ્ય
મોટા ભાઈ તરીકે મેં કહેલું કે લોકશાહી માં રજુઆત આ રીતે યોગ્ય નહીં
મેં સફાઈ કર્મીઓને ખખડાવ્યા નથી ,છતાં પણ મારી વાણી થી દુઃખ લાગ્યું હોઈ તો હું માફી માંગુ છું
આમ જુઓ તો આ ઘટના હાલ પતી ગઈ છે પરંતુ તમામ રજૂઆત કરતાઓ અને આંદોલન કરતાઓને જો એ ખબર પડી ગઈ કે કોઈ મોટા નેતા આવે ત્યારે પ્રેસ કોન્ફરન્સ થતી હોય છે એ દરમિયાન તમારી રજૂઆત કરવા માટે પહોંચો તો મીડિયા પણ હાજર હોય અને નસીબ જોગે નેતા પણ હાજર હોય તો રજૂઆતનો પડઘો જરૂરથી પડે. એટલે આગામી દિવસોમાં જો કોઈપણ રજૂઆત આ જ રીતે થશે તો ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.