આપણું ગુજરાતરાજકોટ

Rajkot માં તલાટી અને મુંબઇ પોલીસનો પીઆઈ લાંચ લેતા ઝડપાયા…

રાજકોટઃ રાજકોટ(Rajkot)એસીબીએ બે દિવસમાં બે અલગ-અલગ ટ્રેપ કરી છે. અમરેલીમાં બગસરા તાલુકાના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. ગામ નમૂના નંબર બેમાં જુની નોંધો કરવા તલાટીએ લાંચ માંગી હતી.   ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવીને તલાટીને એસીબીએ ઝડપી પડ્યો છે. અગાઉ તલાટીએ કોઈ લાંચ લીધી છે કે નહી તે અંગેની પૂછરપછ હાથ ધરી છે. આ ઉપરાંત મુંબઈનો એક પીઆઈ રાજકોટમાં લાંચ લેતા ઝડપાયો છે.

રાજકોટ એસીબીએ બે અલગ-અલગ ટ્રેપ કરી

કાગદડી ગામનો પંચાયત તલાટી દીપક પંજવાણી 1500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી છે. ફરિયાદીના પ્લોટો અંગે ગામ નમૂના નંબર બેમાં જુની નોંધો કરવા લાંચ માગી હતી. એસીબીની ટીમે ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવી તલાટી મંત્રીને ઝડપી લીધો હતો.

મુંબઈનો પીઆઈ રાજકોટમાં લાંચ લેતા ઝડપાયો

આ ઉપરાંત ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ મહારાષ્ટ્ર પોલીસના એક પોલીસ ઇન્પેક્ટરને 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. મુંબઈ નજીક આવેલા માટુંગાનો આ પોલીસકર્મી લાંચ લેવા માટે 1000 કિમીથી વધુનો પ્રવાસ કરીને રાજકોટ આવ્યો હતો. માટુંગા પોલીસ સ્ટેશનનો પોલીસ ઇન્સ્પેકટર રાજકોટમાં રહેતા એક વ્યક્તિને એક કેસમાં સમન્સ આપવા આવ્યો હતો.

જો કે આ પીઆઈએ ખાનગી વ્યક્તિ દ્વારા રાજકોટમાં રહેનારા ફરિયાદી શખ્સને કહેવડાવ્યું હતું કે જો રૂપિયા 10 લાખ આપશો તો આ કેસમાં ધરપકડ અને હેરાનગતિ કરવામાં નહીં આવે તેના બદલામાં લાંચ માંગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button