રાજકોટમાં એકસાથે 7 PIની આંતરિક બદલી; રાજ્યને મળ્યા 8 નાયબ પોલીસ અધિક્ષક
રાજકોટ: આજે ગુજરાત પોલીસમાં બદલી અને નિમણૂકનો દોર એકસાથે ચાલ્યો છે. આજે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના 7 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ જીપીએસસી પાસ કરેલા 8 નાયબ પોલીસ અધિક્ષકની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ શહેરના પોલીસબેડામાં બદલીનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકના 7 પીઆઈની આંતરિક બદલીના હુકમો કર્યા છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. આ બદલીમાં વિવાદથી ચર્ચામાં રહેલા કુવાડવા પોલીસ મથકના પીઆઈની બદલી કરવામાં આવી છે. આમ કુલ સાત પીઆઈની આંતરીક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
7 પીઆઈની આંતરિક બદલી
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં એકસાથે 7 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં કે. જે. કરપડાની બદલી EOWમાં પીઆઈ તરીકે કરવામાં આવી છે. જ્યારે પ્રદ્યુમ્નનગરનાં પીઆઈ બી.એમ ઝણકાંટની બદલી AHTUમાં, એસ.આર. મેઘાણીની બદલી લીવ રિઝર્વમાંથી ગાંધીગ્રામમાં, એમઓબીના એસડી. ગિલવાને સાયબર ક્રાઈમમાં, AHTUના સી.એસ. જાદવને ડીસીબીમાં, લીવ રિઝર્વના વી.આર વસાવાને પ્રદ્યુમ્નનગરમાં તેમજ લીવ રિઝર્વના જી.આર. ચૌહાણની બદલી એમઓબીમાં પીઆઇ તરીકે કરવામાં આવી છે.
Also read: હાડ થિજાવતી ઠંડી વચ્ચે કચ્છમાં અલગ અલગ અકસ્માતોમાં પાંચ લોકોનાં મોત
રાજ્યને મળ્યા 8 નાયબ પોલીસ અધિક્ષક
ગુજરાત જાહેર સેવા આયોગની (GPSC) દ્વારા લેવાયેલ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની ભ૨તી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે GPSC દ્વારા જાહેર કરેલ આખરી પરિણામ મુજબ સફળ જાહેર થયેલ ઉમેદવારો પૈકી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગની જગ્યા પર નિમણૂંક માટે પસંદગી પામેલ કુલ- 08 ઉમેદવારોની ગૃહ વિભાગને ફાળવણી કરવામાં આવી હતી.